Connect Gujarat
ગુજરાત

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં બે દિવસીય સંમેલન એગ્રીવીઝન -૧૯ નું કરાયું આયોજન

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં બે દિવસીય સંમેલન એગ્રીવીઝન -૧૯ નું કરાયું આયોજન
X

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ પૂર્ણ કરવા ગુજરાત સરકાર કટિબધ્ધ છે. આ સંકલ્પ ને સાકાર કરવા હેતુ આજે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં "એગ્રીવીઝન ૨૦૧૯" કાર્યક્રમ હેઠળ સ્ત્રોત ના સંચાલન અને ગ્રામ્ય સમૃધ્ધિના ઉપયોગ કરીને ખેડૂતોની આવક બમણી કરવા બીજા રાજ્યકક્ષાના સંમેલન નું આયોજન કરાયુ હતું.

આ સંમેલલનમાં રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અમિત બિસ્નોઇએ પોતાના પ્રાસંગિક ઉદબોધન માં જણાવ્યું કે ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના વડાપ્રધાનના સંકલ્પને અમારા એગ્રીવીઝન તરફ થી આવકાર્ય છે. તેમજ ખૂબ જ ટૂંકા સમયમાં આ સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં અમારા પ્રયત્નો છે. જે માટે અમે પ્રારંભિક સ્તરથી કામ કરી રહ્યા છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં જમીન સ્તરીય જરૃરિયાતો સંતોષાય તે દિશામાં અમે સતત કાર્યરત છીએ. આ સંકલ્પને સાકાર કરવા માટે અમે વિવિધ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી શોધખોળ કરવા માટે પ્રેરણા આપી રહ્યા છીએ.આ સંકલ્પને સાકાર કરવા માટે કૃષિ વૈજ્ઞાનિકોનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. એગ્રીવીઝન એ ખેડૂતોના અવાજ તેમની જરૂરિયાતને વિવિધ કૃષિ યુનિવર્સિટી તેમજ સંસ્થાઓ સુધિ પહોંચાડે છે.

બિસ્નોઇએ ઉમેર્યુ કે વડાપ્રધાનના સંકલ્પને સાર્થક કરવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે દ્વિતીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ તે ખરેખર બિરદાવવા પાત્ર છે. આ બે દિવસના સંમેલન માં કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ જ્ઞાન પિરસવામાં આવશે. તેઓને તકનીકી ક્ષેત્રે સજ્જ કરવામાં આવશે. તેમજ તેમની શોધખોળ માં પડતી તકલીફોનું સમાધાન કરવામાં આવશે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.બી. સંમેલનને બે દિવસને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાર્થક કરવા માટે યોજાયેલ આ સંમેલન આવનારા દિવસોમાં ખુબ જ ઉપયોગી નિવડશે. આ સંકલ્પને સાર્થક કરવા માટે દેશના યુવાધન ને આગળ આવવુ પડશે. તેમજ રાજ્યની વિવિધ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં તાલીમ લઇ રહેલા વિદ્યાર્થીઓએ પોતાની તકનીકી કોઠાસુઝ દ્વારા નવનિર્મિત ખેતી માટેની તકનીકોનું નિર્માણ કરીને ખેડૂતોની આવક બમણી કરવામાં પોતાનું યોગદાન આપવું પડશે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="114718,114719,114720,114721,114722"]

વ્યાસે ઉમેર્યુ કે ખેડૂતોની આવક બમણી કરવા માટે સૌ પ્રથમ પાક ઉત્પાદનની કિંમત ઘટાડવાના પ્રયત્નો કરવા પડશે જે માટે ટેકનોલોજી ઘણી ઉપયોગી બની શકે છે. બાયોફર્ટિલાઇઝરના ઉપયોગ દ્વારા ઉત્પાદનની કિંમતમાં ઘટાડો કરી શકાય છે. તેમજ પાક ઉત્પાદનમાં આશરે ૮ થી ૧૦ ટકાનો વધારો થતો જોવા મળે છે. સારી ખાધ ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરી શકાય છે.

વ્યાસે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ખેડૂતોની આવક બમણી કરવા માટે જે ઉપયોગી બિયારણો છે જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે તેનો આણંદ કૃષિ યુનવર્સિટીમાં આવેલ સરદાર પટેલ મેમોરીયલમાં સંગ્રહ થયો છે તેની મુલાકાત લેવા માટે ઉપસ્થિત વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને ગામમાં જઇને ખેડૂતોને વ્યક્તિગત તેમજ સમુહ માં એકઠા કરીને આ તકનીકો વિષેની સમજ આપીને તેઓને સક્ષમ કરવા કહ્યુ હતુ અને તેના થકી ખેડૂતો ખરા અર્થમાં પોતાની આવક બમણી કરી શકશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ સંમેલનમાં ગુજારાત રાજ્યની એકમાત્ર કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કેલાવાલાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં પશુપાલન અને મત્સ્યઉધોગ ની અગત્યતા સમજાવી હતી. તેમજ આ વ્યવસાય થકી આવક માં કેમનો વધારો કરી શકાય તે માટેની માહિતી આપી હતી. તેમજ ઉપસ્થિત તમામ કૃષિ યુનિવર્સિટીના પ્રધ્યાપકો અને વૈજ્ઞાનિકો તેમજ વિદ્યાર્થીઓને આ ક્ષેત્રને પ્રોત્સાહન કરવા આહવાન કર્યુ હતુ.

આણંદ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ એન. સી. પટેલે કહ્યુ કે કુદરતી તેમજ માનવસર્જિત સ્ત્રોતનો આયોજન પુર્વક ઉપયોગ કરવામાં આવે તો ખરેખર ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય છે જે માટે ખેડૂતોએ ઉપલ્બધ સ્ત્રોત જેવા કે જમીન, પાણી વગેરે પણ ખાસ ધ્યાન આપવુ પડશે. સરકાર દ્વારા આપવામાં આવતા સોઇલ હેલ્થ કાર્ડને અનુસરીને જમીનની ગુણવત્તા ટકાવીને તેમજ પાણીનો ઉપયોગ પિયત માટે આયોજનપૂર્વક કરવો પડશે . તેમજ ખેડૂતોએ હવે એક સારા વ્યાપારી બનીને પણ પોતાની ઉપજ બજારમાં વહેંચવી પડશે જે માટે તેઓએ ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવું પડશે.

પટેલે વિશેષ માં જણાવ્યુ કે તેઓના કુલપતિ પદના કાર્યકાળ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં પ્રયાસ રૂપે ખેડૂતો માટે પથદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે ખેડૂતોને ખેતઉત્પાદનમાં ગુણવત્તા લાવવા, તેમજ ઉત્પાદનમાં વધારો કરીને આવક માં વધારો કરવામાં આ પથદર્શિકા ઉપયોગી નિવડશે.

એગ્રીવીઝન પ્રોજેક્ટના રાષ્ટ્રીય ઇન્ચાર્જ સુરજ ભારદ્વાજએ જણાવ્યુ કે દેશમાં કુલ ૭૫ જેટલી કૃષિ યુનિવર્સિટીઓ છે જે બધી જ યુનિવર્સિટીમાં એગ્રોવીઝન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાર્થક કરવા માટે કાર્યરત છે.જેઓ ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ તેમજ ખેત ઉત્પાદન માં તકનીકી ઉપયોગ દ્વારા સરળીકરણ લાવવાની દિશામાં સતત કાર્યરત છે. આ એગ્રીવીઝન આઇ.સી.એ.આર. તેમજ કૃષિ વિદ્યાર્થીઓ વચ્ચે સેતુ રુપ કાર્ય કરી રહી છે. ખેડૂતો પોતાના પાકનું ઉત્પાદન અથવા ઉછેર પોતાના બાળકની જેમ કરતા હોય છે તો તેઓને ઉત્યાદન ક્ષેત્રે કોઇ પણ તકલીફ ન પડે તે માટે વિદ્યાર્થીઓ સતત શોધખોળ કરીને તેને સરળ બનાવવા પ્રયત્નીશીલ છે. તેમજ આ તકનીકી શોધનો ખેડૂત પોતાની ખેતપધ્ધતિમાં ઉપયોગ કરીને પોતાને તકનીકી રીતે સક્ષમ બનાવે તે દિશામાં અમારા પ્રયાસ છે.

આજે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલ સંમેલનમાં એ.બી.વી.પી.ના રાજ્ય કોરર્ડીનેટર અસ્વીની શર્મા, તેમજ એ.બી.વી.પી.ના રાજ્ય સચિવ નિખીલ મેથીયા, કે.ડી. કથિરીયા, વિસ્તરણ નિયામક અરૂણ પટેલ, રાજ્યની ચારેય યુનિવર્સિટીના વિવિધ વિભાગના ડીન, કૃષિ વૈજ્ઞાનિકો, વિસ્તરણ અધિકારીઓ, તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story