Connect Gujarat
ગુજરાત

આણંદ જિલ્લાના ગૌરવ સમાન રાષ્ટ્રપતિ પદક મેળવનાર બે પોલીસ કર્મીઓ, રમતવીરો સહિત વિશિષ્ટ કામગીરી કરનાર કર્મીઓનું કરાયું સન્માન

આણંદ જિલ્લાના ગૌરવ સમાન રાષ્ટ્રપતિ પદક મેળવનાર બે પોલીસ કર્મીઓ, રમતવીરો સહિત વિશિષ્ટ કામગીરી કરનાર કર્મીઓનું કરાયું સન્માન
X

૭૩મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ તાજેતરમાં જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે સોજિત્રાના ભગુભાઇ ચૌહાણ અને શ્રી બચુભાઇ કડિયાના મકાન પડી જવા પામ્યા હતા તેઓને સરકારના નિયત ધારાધોરણ અનુસાર સોજિત્રાની મામલતદાર કચેરી દ્વારા સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

[gallery td_gallery_title_input="આણંદ જિલ્લાના ગૌરવ સમાન રાષ્ટ્રપતિ પદક મેળવનાર બે પોલીસ કર્મીઓ, રમતવીરો સહિત વિશિષ્ટ કામગીરી કરનાર કર્મીઓનું કરાયું સન્માન" td_select_gallery_slide="slide" size="large" ids="108223,108224,108225,108226,108227,108228,108229,108230,108231"]

સોજિત્રા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતાં આર. એલ. સોલંકી અને બી. ડી. જાડેજાને તેઓની વિશિષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ પદક પ્રાપ્ત કરીને જિલ્લાને ગૌરવ બક્ષ્યું હતું તેઓનું પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે મેડલ એનાયત કરીને જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લઇને જિલ્લાને ગૌરવાંવિત કરનાર પાંચ રમતવીરોનું પણ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ એશિયન યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશીપ-૨૦૧૯માં પ્રથમ ક્રમે રહીને ગોલ્ડ મેડલ મેળવનાર ધ્વનિ રાણા, પંજાબના લુધિયાણા ખાતે યોજાયેલ ૬૪મી નેશનલ સ્કૂલ ગેમ્સ-૨૦૧૮-૧૯માં અંડર-૧૭ની મિનિ ગોલ્ફ સ્પર્ધામાં ભાગ લઇને પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ત્વિસા હર્ષેશભાઇ પટેલ, આજ સ્પર્ધામાં અંડર-૧૯ મિનિ ગોલ્ડ સ્પર્ધામાં ભાગ લઇને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવનાર કોમલ દિનેશભાઇ પઢિયાર, આસામના ગૌહાટી ખાતે યોજાયેલ ૯મી નેશનલ વોવિનમ ચેમ્પિયનશીપ-૨૦૧૯માં વોવિનમ સ્પર્ધામાં ૬૫ કિ.ગ્રા. વિભાગમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવનાર મેહુલ ખેર અને ૪૨ કિ.ગ્રા વિભાગમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેળવનાર રાજુભાઇ મકવાણાનો સમાવેશ થાય છે.

જયારે ૧૦૮ના ઇએમટી તરીકે છેલ્લા પાંચ વર્ષથી ફરજો બજાવતાં અને કેટલાંય લોકોની અમૂલ્ય જિંદગી બચાવનાર નિખિલભાઇ પરમાર, છેલ્લા ૧૦ વર્ષથી અનેક વિકટ પરિસ્થિતઓની વચ્ચે પણ સહીસલામત રીતે ડ્રાઇવીંગ કરી અનેક લોકોની મહામૂલી જિંદગી બચાવનાર પાયલોટ રાજેન્દ્રભાઇ ઠાકોર અને છેલ્લા પાંચ વર્ષથી ખીલખીલાટમાં કેપ્ટન તરીકે ફરજ બજાવી અનેક સગર્ભા માતાઓ અને તેના બાળકોને સહીસલામત રીતે હોસ્પિટલમાંથી તેઓના નિવાસસ્થાને અને નિવાસસ્થાનેથી હોસ્પિટલ સુધી તપાસ માટે લાવવા-લઇ જવાની અમૂલ્ય ફરજ બજાવતા કેપ્ટન મનોજભાઇ મકવાણાનું પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

Next Story