Connect Gujarat
ગુજરાત

આણંદ જિલ્લામાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાઇ

આણંદ જિલ્લામાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાઇ
X

વિવિધ કાર્યક્રમો દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવી

સમગ્ર આણંદ જિલ્લામાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર ભક્તિભાવ અને ખુશનુમા વાતાવરણમાં વિવિધ સ્થળોએ કરવામાં આવી. આ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લાના બોરસદ તાલુકામાં ઢોલ-નગારા સાથે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે અને સંતો ના આશીર્વચન સાથે ના સર્વધર્મ સમભાવ દ્વારા જળના સનાતન મહિમાની જાણકારી આપવામાં આવી હતી. મા નર્મદા ના આરાધના નર્મદાષ્ટકમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત જનસમુદાયને જળ નું મહત્વ સમજાવી તેનું જતન કરવા અને બગાડ ન કરવા સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ કરવામાં આવ્યો. આ ઉજવણી દરમિયાન બોરસદ તાલુકામાં વિવિધ સરકારી યોજનાઓના કુલ ૨૦૦ જેટલા લાભાર્થીઓને સાધન સહાયનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉમરેઠ તાલુકામાં રાજ્યસભાના સાસંદ લાલસિંહ વડોદિયા તેમજ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારના અધ્યક્ષ સ્થાને નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. જેમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું જતન કરવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેમજ તાલુકાના વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં, નગરપાલિકાઓમાં તેમજ જિલ્લા પંચાયતની બેઠકો ધરાવતા વિસ્તારમાં મા નર્મદાના નીરના હરખભેર વધામણા કરવામાં આવ્યા હતા.

Next Story