Connect Gujarat
ગુજરાત

આતંકીઓના ૧૧ રાજ્યના રેલ્વે સ્ટેશનો અને મંદિર ફૂંકી દેવાની ધમકીના પગલે ટ્રેનોમાં કરાયું ચેકીંગ

આતંકીઓના ૧૧ રાજ્યના રેલ્વે સ્ટેશનો અને મંદિર ફૂંકી દેવાની ધમકીના પગલે ટ્રેનોમાં કરાયું ચેકીંગ
X

આંતકી સંગઠન દ્વારા 11 રાજ્યોના રેલવે સ્ટેશનો અને કેટલાક મંદિરોને ફૂંકી મારવાના ધમકી ભર્યો પત્ર મળવાથી રેલવે વિભાગ દ્વારા આખા વિસ્તારને હાઈ એલર્ટ કરી આર.પી.એફ અને જી.આર.પી પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રેનોમાં ચેકીંગ હાથ ધરાયું.

આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદ દ્વારા ભારતના 11 રાજ્યોના રેલ્વે સ્ટેશન અને કેટલાક મંદિરોને ટાર્ગેટ કરી ફૂંકી મારવાનો ધમકી આપતો એક પત્ર હરિયાણા રાજ્યના રોહતક રેલવેના સ્ટેશન માસ્ટરને મળ્યા બાદ રેલવે વિભાગ દ્વારા આખા વિસ્તારને હાઈએલર્ટ પર મુકી દેવામાં આવ્યો છે.

રતલામ મંડળના આદેશોનુસાર ગુજરાતનો પ્રવેશદ્વાર દાહોદ સ્ટેશનને આર.પી.એફ.ના આઈપીએફના માર્ગદર્શન હેઠળ આર.પી.એફ-જી.આર.પી.ના જવાનોએ પ્લેટફોર્મ નંબર એક ઉપર ઇન્દોર મુંબઇ અવંતિકા એક્સપ્રેસ, કોટા વડોદરા પાર્સલ, પ્લેટફોર્મ નં.2/3 પર બાન્દ્રા હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન અને ત્યારબાદ રેલ્વે સ્ટેશનના ટિકિટબારી, વેટીંગહોલમાં, પાર્સલ., ઓફિસ અને પાર્કિંગ વિસ્તારોમાં સંયુક્ત ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,જોકે તપાસ દરમિયાન કોઈ શકમંદ અથવા કોઈ સંદિગ્ધ વસ્તુઓ ન મળતા સૌએ રાહતના શ્વાસ લીધા હતા.

Next Story