Connect Gujarat
ગુજરાત

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનોને શ્રદ્ધાંજલિ આપવાં પાલેજ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ.

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનોને શ્રદ્ધાંજલિ આપવાં પાલેજ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ.
X

દેશભરમાં પુલાવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનો પ્રત્યે ઘેરા શોક ની લાગણી પ્રવર્તી રહી છે વીર જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પાલેજ ખાતે કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. પાલેજ ઝંડાચોક વિસ્તારથી સમગ્ર પાલેજ ગામના અગ્રણીઓ વેપારીઓ દ્વારા આંતકવાદી હુમલાને વખોડી હાઇવે સ્થિત પોલીસ મથક સુધી કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દૂ-મુસ્લિમ બિરાદરો તેમજ વેપારીઓ ઉપરાંત પાલેજ ગ્રામ પંચાયત નાં સદસ્યો, સરપંચ જોડાયાં હતાં.

પાલેજ પોલીસ મથકે કેન્ડલ માર્ચ ને વિરામ આપી શહિદોના માનમાં બે મિનિટનું મૌન પાળી કેન્ડલો મૂકી હિન્દુસ્તાન ઝીંદાબાદ,સહીદો અમર રહો,હમ સબ એક હૈ,નાં નારા લગાવ્યા હતાં. આ પ્રસંગે ગુજરાત જમીયતના સેક્ર્ટરી અબ્દુલ કૈયુમ પટેલ,રસિક પટેલ,નવીન ચૌહાણ,જેન્તી પટેલ,સલીમ વકીલ,ઝાકીર બુટવાળા,કેતન ભટ્ટ,વીરેન્દ્ર સિંહ ગોહિલ સહિત પંચાયત સદસ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.

Next Story