Connect Gujarat
ગુજરાત

આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને ભરૂચ અભયમ મહિલા હેલ્પલાઈન ૧૮૧ની ટીમે બચાવી

આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને ભરૂચ અભયમ મહિલા હેલ્પલાઈન ૧૮૧ની ટીમે બચાવી
X

ભરૂચ શહેરના એક વિસ્તારમાં રહેનાર મહિલા ઝુબેદા (નામ બદલેલ છે)ના પ્રેમલગ્ન ચાર વર્ષ પહેલાં હુસૈન નામના યુવાન સાથે થયા હતાં હુસૈન વ્યવસાયે છૂટક કામકાજ કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવતો હતો. પ્રેમ લગ્નના બાદ ઝુંબેદા અને હુસૈનનું લગ્ન જીવન શાંતિ અને સુખી રીતે ચાલતું હતું.

પરંતુ બંનેવના લગ્ન જીવનમાં તકરાર ત્યારે શરૂ થઈ જયારે હુસૈનના જીવનમાં અન્ય એક યુવતી આવતાં હુશૈન બીજી અન્ય યુવતીના પ્રેમમાં પણ પાગલ બની જતાં,હુસૈન અને ઝુંબેદા વચ્ચે અવાર નવાર ઝઘડા અને તકરાર ચાલુ થઈ ગઈ હતી. અને થોડાં દિવસ અગાઉ બંને વચ્ચે વધારે પડતો ઝઘડો થતાં હુસૈને ઝુંબેદાને કહ્યું કે જા મેં તને તલ્લાક આપી છે, પણ ઝુંબેદા કહ્યું કે આ રીતે તલ્લાકના આપી શકાય કાયદો આ રીતે તલ્લાક માન્ય રાખતો નથી. પરંતુ તે છતાંએ હુસૈને તેને ઘરમાંથી જબરજસ્તી બહાર કાઢી મુકતા આખરે ઝુંબેદા તેની વિધવા માતાના ઘરે રહેવા જતી રહી હતી.

જયારે માતા ઘરે થોડાં દિવસ રહ્યા બાદ માતા દ્વારા ઝુબેદાને કહેવામાં આવ્યું કે, તારા હુસૈન જોડે છુટા છેડા થઈ ગયા છે એટલે હવે તું બીજું સારૂં પાત્ર શોધીને લગ્ન કરીલે પરંતુ ઝુંબેદાને તો હુસૈન સાથેજ રહેવા જવું હોઈ તેની સગી માતાએ પણ તેને રાખવાની ના કહેતા, ઝુંબેદાએ ભરૂચમાં જ રહેતી તેની બીજી બહેનના ઘરે જતી રહી હતી. ત્યાર બાદ પણ તેણીએ વારંવાર પોતાના પતિ હુસૈનનો સંપર્ક કરતા હુસૈને તેને જણાવ્યું હતું કે, તેણે બીજા લગ્ન કરી લીધાં છે. હવે મારે તારૂં કોઈ કામ નથી. તારે જે કરવું હોઈ તે કરીલે. જેથી જીવન થી કંટાળી જઈને શહેનાઝબાનુંએ આત્મહત્યા કરવા જવાનું નક્કી કર્યું હતું.

શહેનાઝબાનુંએ આત્મહત્યા કરવા જતાં પહેલાં અભયમ મહિલા હેલ્પલાઈન ૧૮૧ પર ફોન કરી જણાવ્યુ હતુ કે, હું આપઘાત કરવા જઈ રહી છું અને તેની સંપૂર્ણ જવાબદારી મારા પતિ હુસૈન અને મારી માતાની રહેશે. જેથી કોલ મળતાની સાથે ભરૂચ મહિલા હેલ્પલાઈનની રેસ્ક્યુવાન સાથે તેણીના ઘરે પહોંચી આપઘાત કરી રહેલ ઝુંબેદાનું કાઉન્સીલીંગ કરીને બચાવી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, રેસ્કયુવાન જયારે તેણીના ઘરે પહોંચી ત્યારે ઝુંબેદા પંખા પર પોતાનો દુપટ્ટો બાંધી લટકવાની કોશિશ કરી રહી હતી, જેથી તેના રૂમમાં પ્રવેશ કરી અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા તેને શાંતિ પૂર્વક સમજાવી અને તેને ન્યાય અપાવાની વાત કરી તેને આત્મહત્યા કરતી અટકાવી હતી. જેથી વધુ એક વખત ભરૂચની અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ લોકોના પ્રશંસાને પાત્ર બની છે.

Next Story