Connect Gujarat
દેશ

આધારમાં હવે એડ્રેસ અપડેટ કરવું સરળ બનશે

આધારમાં હવે એડ્રેસ અપડેટ કરવું સરળ બનશે
X

આધારમાં એડ્રેસ અપડેટ કરવું હવે સરળ બનશે. આધારમાં એડ્રેસ અપટેડ કરવા માટે UIDAI આવતા વર્ષે એપ્રિલ મહિનાથી એક નવી સેવા શરૂ કરવા જઇ રહ્યું છે. જેની મદદથી તમે સરળતાથી તમારા આધારકાર્ડમાં તમારા એડ્રેસમાં ફેરફાર કરી શકશો. આ નવા નિયમથી એ લોકોને મદદ મળશે જેમની પાસે લોકલ રેસિડેન્ટ પ્રૂફ નથી હોતું. સિક્રેટ પિન નંબરના લેટરની મદદથી એડ્રેસ અપટેડ કરાવવામાં સરળતા રહેશે.

UIDAI દ્વારા મંગળવારે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું છે કે જે લોકો પાસે વેલિડ રેસિડેન્સ પ્રૂફ ન હોય, તો તેઓ સિક્રેટ પિન લેટર દ્વારા એડ્રેસ વેરિફિકેશન માટે રિક્વેસ્ટ મોકલી શકે છે. આ સિક્રેટ પિનની મદદથી SSUPના ઓનલાઈન પોર્ટલ પર આધારકાર્ડમાં એડ્રેસ ચેન્જ કરી શકાય છે.

ખાસ કરીને ભાડાના ઘરમાં રહેતા અને પ્રવાસી મજદૂરોને એડ્રેસ અપડેટ કરવામાં મુશ્કેલી આવે છે. અને તેથી તેમને આધાર દ્વારા મળતી સેવાઓને લાભ મળતો નથી. પહેલી એપ્રિલ 2019થી લાગૂ થવા જઇ રહેલી આ નવી સિસ્ટમ અંતર્ગત આધારકાર્ડ ધારક સિક્રેટ પિનવાળો આધાર લેટર UIDAIની વેબસાઈટ પરથી મેળવી શકશે.

જે પ્રકારે બેંક કે ક્રેડિટ કાર્ડ કંપનીઓ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ કરાવવા માટેનો પિન એક લેટરમાં ગ્રાહકોને આપે છે, તે જ પ્રકારે આ સિક્રેટ પિન લેવાનો હોય છે. જણાવી દઇએ કે, આ સુવિધાથીએ લોકોને લાભ થશે જે ભાડાના ઘરમાં રહે છે અથવા તો નોકરીમાં એક સ્થળેથી બીજે સ્થળે ટ્રાન્સફર થતા રહે છે. UIDAIના નોટિફિકેશમાં જણાવાયું છે કે, આ નવી સર્વિસ પ્રાયોગિક ધોરણે 1 જાન્યુઆરી 2019થી શરૂ કરવામાં આવશે. અને 1 એપ્રિલ 2019થી આ સેવા શરૂ થશે.

Next Story