Connect Gujarat
ગુજરાત

આફ્રિકામાં ભારતીય નાગરિકોની સુરક્ષા અર્થે પીએમ મોદીને સંબોધીને આવેદન પત્ર પાઠવાયુ

આફ્રિકામાં ભારતીય નાગરિકોની સુરક્ષા અર્થે પીએમ મોદીને સંબોધીને આવેદન પત્ર પાઠવાયુ
X

દક્ષિણ આફ્રિકામાં છાશવારે ભારતીય નાગરિકો પર હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે, તેમજ તાજેતરમાંજ મૂળ ભરૂચનાં આફ્રિકામાં સ્થાયી થયેલા સલીમ પટેલની હત્યાની ઘટના બની હતી, આ હુમલાઓ અટકાવવા માટે જાગૃત નાગરિકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યુ છે.

ભરૃચનાં અબ્દુલ રજજાક યુસુફ કામઠી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને એક આવેદન પત્ર પાઠવ્યું હતુ, અને તેમાં જણાવ્યુ હતુ કે આફ્રિકામાં વસતા ભારતીયો પર જીવલેણ હુમલા થઇ રહ્યા છે, અને તાજેતરમાં મૂળ ભરૂચનાં દયાદરા ગામનાં વતની અને આફ્રિકામાં સ્થાયી થયેલા સલીમ વલી પટેલનું આફ્રિકાનાં જેનીન લિમ્પોપો શહેર માંથી નીગ્રો લોકોએ અપહરણ કરીને તેમની અને તેમના નીગ્રો મિત્રની ગોળી મારીને હુમલાખોરોએ હત્યા કરી હતી.

અવારનવાર આફ્રિકામાં ભારતીય નાગરિકો પર બનતા હુમલાઓની ઘટના અટકાવવા માટે અને આરોપીઓને આફ્રિકા સરકાર દ્વારા સખ્ત કાર્યવાહી કરીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Next Story