Connect Gujarat
દુનિયા

આફ્રિકી : તાન્ઝાનિયાના વિક્ટોરિયા લેકમાં બોટ પલટી ખાઈ જતા, 44 ના મોત

આફ્રિકી : તાન્ઝાનિયાના વિક્ટોરિયા લેકમાં બોટ પલટી ખાઈ જતા, 44 ના મોત
X

તાંઝાનિયા, કેન્યા અને યુગાન્ડા વચ્ચેથી પસાર થતા આફ્રિકાના સૌથી મોટા વિક્ટોરિયા લેકના બે ટાપુઓ વચ્ચે આ દુર્ઘટના થઇ

આફ્રિકી દેશ તાન્ઝાનિયાના વિક્ટોરિયા લેકમાં બોટ પલટી ખાઇ જતા 44 લોકોના મોત થયા. એક રિપોર્ટના અહેવાલ પ્રમાણે તાંઝાનિયા, કેન્યા અને યુગાન્ડા વચ્ચેથી પસાર થતા આફ્રિકાના સૌથી મોટા વિક્ટોરિયા લેકના બે ટાપુઓ વચ્ચે આ દુર્ઘટના થઇ હતી. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, બોટમાં કેટલા લોકો સવાર હતા તેની માહિતી મળી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે બોટમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા. જણાવાઇ રહ્યું છે કે બોટમાં 400 થી 500 લોકો સવાર હતા.

ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોએ આ દરમિયાન 37 લોકોને બચાવ્યા હતા. પ્રાદેશિક કમિશનર જ્હોન મોંગેલાએ સ્થાનિક તાન્ઝાનિયા ટેલિવિઝન ચેનલ આઇટીવીને જણાવ્યું હતું કે અંધારૂં થઇ જવાથી બચાવ કામગીરીને રોકવામાં આવી હતી, પરંતુ સવારે ફરી બચાવ કામગીરી શરૂ કરાઇ છે. પૂર્વ આફ્રિકાના દેશોમાં બોટ અકસ્માતો સામાન્ય છે.

Next Story