Connect Gujarat
દુનિયા

આફ્રીકી દેશના ઈથોપિયામાં વિમાન દુર્ઘટનામા 157ના મોત

આફ્રીકી દેશના ઈથોપિયામાં વિમાન દુર્ઘટનામા 157ના મોત
X

આફ્રીકી દેશ ઈથોપિયામાં વિમાન દુર્ઘટની ઘટના બની હતી, જેમાં ૧૫૭ યાત્રીઓ મોત થયા હતા. ક્રેશ થયેલ ફ્લાઈટમાં એકજ ભારતીય પરિવારના ચાર સભ્યોના કરૂણ મોત થયા હતા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

વિમાન ઈથોપિયાની રાજધાની અદીસ અબાબાના એરપોર્ટ પરથી ટેકઑફ થયાની ફક્ત છ મિનિટમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રવિવારે થયેલ આ દુર્ઘટના પર વિશ્વના તમામ નેતાઓએ દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. સમગ્ર વિશ્વના લોકોએ સોશિયલ મીડિયા પર આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઈથોપિયન એરલાઇન્સને આફ્રિકાની સૌથી મોટી એરલાઇન્સ કંપની માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ વિમાનમાં 33 દેશોના લોકો મુસાફરી કરી રહ્યાં હતાં. મૃતકોમાં ચાર ભારતીયો ઉપરાંત કેનેડાના ૧૮, ચીન, અમેરિકા અને ઇટાલીના આઠ-આઠ, ફ્રાંસ તેમજ બ્રિટનના સાત-સાત, ઇજિપ્તના છ, નેધરલેન્ડના પાંચ તેમજ સ્લોવાકિયાના ચાર લોકો પ્રવાસ કરી રહ્યા હતા જે તમામ લોકોના વિમાન દુર્ઘટનામાં મોત થયા હતા.

Next Story