Connect Gujarat
દુનિયા

આમિર ખાનની "દંગલ"નો ચીનમાં દબદબો

આમિર ખાનની દંગલનો  ચીનમાં દબદબો
X

આમિર ખાનની ફિલ્મ ચીનમાં ધૂમ મચાવી રહી છે,દંગલ ફિલ્મે છ દિવસમાં 150 કરોડ સુધી ની કમાણી કરી લીધી છે,તેને ફિલ્મ પીકેને પણ પાછડ છોડી દીધી છે.

શુક્રવારના રોજ ચીનમાં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ "દંગલ" એ છ દિવસમાં 148.67 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે ,આ ફિલ્મ ચીનમાં નવા નામથી રિલીઝ કરવામાં આવી હતી, તેનું નામ "shuai jiao baba" નામ રાખવામાં આવ્યુ હતુ, આનો મતલબ હિન્દીમાં " આઓ બાબા કુશ્તી લડે" થાય છે,ચીનમાં આ ફિલ્મ 7000 સ્ક્રીન પર બતાવામાં આવી હતી.

"દંગલ" ફિલ્મ ચીનમાં રિલીઝ કર્યા પહેલા દુનિયાભરમાંથી 743 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, આ ફિલ્મ ચીનમાં રિલીઝ થયા પછી તેની કમાણી વધી ગઈ હતી,અને હવે દંગલ ફિલ્મની દુનિયાભરમાં 865 કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ છે,આમિર ખાન આ સફળતા થી ઘણો ખુશ છે, અને પોતાની ટીમનું સન્માન પણ કર્યુ હતુ.

Next Story