Connect Gujarat
ગુજરાત

આમિર ખાન પાંચ ભાગમા બનાવશે મહાભારત, મુકેશ અંબાણી કરશે 1000 કરોડનુ રોકાણ

આમિર ખાન પાંચ ભાગમા બનાવશે મહાભારત, મુકેશ અંબાણી કરશે 1000 કરોડનુ રોકાણ
X

હાલમા જ હમણા આમિર ખાને અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માની બાયોપીક પર કામ કરવાની ના પાડી છે. ત્યારે હવે તે બિજી કોઈ પણ ફિલ્મ સાઈન નહી કરે તેવી વાત સામે આવી છે. જી, હા સુત્રોનુ માનિયે તો હેરી પોર્ટર અને ગેમ ઓફ થોર્નસની સીરીઝની જેમ આમિર ખાન પાંચ ભાગમા મહાભારતની સીરીઝ બનાવશે. સૌ કોઈ જાણે છે કે મહાભારત એ આમિરખાન નો ડ્રિમ પ્રોજેકટ છે. ત્યારે તેના આ ડ્રિમ પ્રોજેકટમા સાથ આપશે જાણીતા બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણી. મુકેશ અંબાણી આ પહેલા પણ આ પ્રકારની ફિલ્મોમા રોકાણ કરી ચુક્યા છે. મુકેશ અંબાણી ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલ વાયાકોમ 18ના શેર હોલ્ડર છે. તો આ સાથે જ અત્યાર સુધી તેઓ પ્રોડકશન હાઉસ ઈરોસ, પ્રોડકશન હાઉસ બાલાજી મા પણ રોકાણ કરતા આવ્યા છે.

ડ્રિમ પ્રોજેકટમા દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રી કરશે કામ

આમિર મહાભારતની જુદી જુદી કહાનીઓને લઈ પાંચ ભાગમા આ ફિલ્મ બનાવશે. આમિરનો આ ડ્રિમ પ્રોજેકટ છે જેમા આગામી દસ વર્ષ સુધી આમિર કામ કરશે. તો સાથો સાથ સુત્રોનુ માનિયે તો આમિરના આ ડ્રિમ પ્રોજેકટમા દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રી કામ કરશે. ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ સૌ કોઈની મીટ આ ફિલ્મની સીરીઝ પર છે. ભારતમા પહેલી વાર ફિલ્મ ક્ષેત્રે એવુ બનશે કે જ્યારે કોઈ એક મુખ્ય કથાને પાંચ જુદા જુદા ભાગમા વહેંચી તેને બોક્ષ ઓફિસ પર ફિલ્માવવામા આવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી મહાભારત પર અનેક ટીવી સીરીયલો તેમજ ફિલ્મ બની છે. પંરતુ જે પ્રકારનુ સાઉન્ડ, ગ્રાફિક્સ તેમજ સેટ બનાવવામા આવશે. તે ભુતો ન ભવિષ્યતી માફક હશે. તો સાથો સાથ હોલિવુડ મુવીની માફક જ વિએફએક્ષનો પણ ભરપુર ઉપયોગ કરવામા આવશે. આમિર પોતાની પર્ફેક્શનના કારણે જાણીતો છે. ત્યારે આમિર અને મુકેશની જોડી શુ કમાલ બતાવે છે તે જોવુ રહેશે.

Next Story