Connect Gujarat
દુનિયા

આમીરખાનની ફિલ્મ દંગલે 15 દિવસમાં કમાણી કરી ફિલ્મ ઉદ્યોગ માટે નવા માપદંડ નિર્ધારિત કર્યા

આમીરખાનની ફિલ્મ દંગલે 15 દિવસમાં કમાણી કરી ફિલ્મ ઉદ્યોગ માટે નવા માપદંડ નિર્ધારિત કર્યા
X

આમિર ખાન તેની ફિલ્મમાં જોવા મળતા કંઈક હટકે અંદાજ માટે પ્રસિદ્ધ છે તેની હાલમાં જ આવેલ કુસ્તી પર આધારિત ફિલ્મે માત્ર 15 દિવસમાં કમાણી કરીને ભારતીય ફિલ્મ ઉદ્યોગ જગતમાં નવા કીર્તિમાન સાથે નવા માપદંડો નિર્ધારિત કર્યા છે.

ફિલ્મ દંગલે માત્ર 15 દિવસમાં સ્થાનિક બજારમાં રૂપિયા 313.50 કરોડ અને વિદેશી બજારમાં 166.07 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને આ સાથે પીકે અને બજરંગી ભાઈજાન બાદ સૌથી વધુ કમાણી કરનાર ત્રીજી ફિલ્મ બની ગઈ છે.

આ ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ પીકે અને સુલતાનના અનુક્રમે 183.09 કરોડ અને 184.62 કરોડ ના રેકોર્ડ ને તોડીને 197.54 કરોડની કમાણી કરી હતી તેમજ આંકડાઓને જોતા તે ટોચની કમાણી કરનાર ફિલ્મ પણ બની શકે છે.

તેમજ આગામી દિવસોમાં શું દંગલ રૂ 400 કરોડની ક્લબ ખોલશે ? તેવી સંભાવના પણ સેવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તેની ફિલ્મ પીકે 340.08 કરોડની કમાણી સાથે નંબર વન પર છે જયારે સલમાન ખાનની બજરંગી ભાઈજાન 320.34 કરોડની કમાણી સાથે બીજા સ્થાને છે.

Next Story