Connect Gujarat
ગુજરાત

આમોદનાં કોલવણા ખાતે યોજાઈ ફૂટબોલ લિગ ટુર્નામેન્ટઃ નબીપુરની ટીમ બની વિજેતા

આમોદનાં કોલવણા ખાતે યોજાઈ ફૂટબોલ લિગ ટુર્નામેન્ટઃ નબીપુરની ટીમ બની વિજેતા
X

આમોદ તાલુકાના કોલવણા ગામે ફૂટબોલ લિગ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ફાઇનલ મેચમાં કોલવણાની ટીમને નબીરપુર ફૂટબોલ ક્લબે 4-1થી પરાજીત કરી જવલંત વિજય હાંસિલ કર્યો હતો.

હાલમાં આઈપીએલનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સ્વાભાવિક રીતે જ યુવાનોમાં ક્રિકેટનું આકર્ષણ વધુ જોવા મળે છે. પરંતુ ભરૂચ જિલ્લાનાં ગામડાઓમાં કંઈક બીજું જ ચિત્ર જોવા મળી રહ્યું છે. ગામડાના યુવાનોમાં ફૂટબોલની ગેમ તરફ આકર્ષણ વધ્યું છે. નાના ગામડાઓમાં પણ ફૂટબોલની બોલબાલા થવા લાગી છે. આમોદના કોલવણા ગામે ફૂટબોલ લિગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ટૂર્નામેન્ટમાં ભેંસલી, સાંસરોદ, નબીપુર અને કોલવણાની ટીમોએ ભાગ લીધો હતો. ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કોલવણા અને નબીપુર વચ્ચે રમાઈ હતી. જેમાં નબીપુરની ટીમે શરૂઆતથી જ આક્રમક પ્રદર્શન કરી કોલવણાની ટીમને 4-1થી પરાજય આપ્યો હતો. આ તબક્કે કરાટે ચેમ્પિયન ઇમરાન ભટ્ટી, ઝફર ગડીમલ, અલ્તાફ ભાઈખાં, જાબીર તલાટી સહિતના અગ્રણીઓએ વિજેતા અને રનર્સઅપ ટીમોને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

Next Story