Connect Gujarat
ગુજરાત

આમોદમાં બીટીએસ દ્વારા હેરાનગતિ અંગે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યુ

આમોદમાં બીટીએસ દ્વારા હેરાનગતિ અંગે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યુ
X

આમોદમાં ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા આદિવાસી કાર્યકરોને પોલીસ દ્વારા ખોટી હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યુ હતુ.

ગુજરાત રાજ્યનાં રાજ્યપાલને સંબોઘીને આવેદન પત્ર મામલતદારને પાઠવ્યુ હતુ. જેમાં સરકાર ચૂંટણી જીતવા માટે સામ - દામ - દંડ - ભેદની નીતિ અપનાવી રહી હોવાના આક્ષેપ કર્યો છે.

હાલની રાજ્યસભાની ચુંટણીમાં ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ભાજપ વિરોધી મતદાન કરતા ગુજરાત સરકાર રાજકીય કિન્નાખોરી રાખીને તેઓની પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ તેમના માર્ગદર્શન હેઠળ ચાલતા સામાજિક સંગઠન ભીલીસ્તાન ટાઇગર સેના સાથે સંકળાયેલ આગેવાનો ઉપર શાસન પ્રશાસન તેમજ પોલીસ દ્વારા ખોટી રીતે કેસો દાખલ કરી ખોટી રીતે હેરાનગતિ કરીને કુટનીતિ થી આગામી વિધાનસભાની ચૂંટણી જીતવાનો મરણીયા પ્રયાશો કરી રહ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

બીટીએસ દ્વારા આવેદન પત્ર પાઠવીને આ અંગે જરૂરી કાર્યવાહીની માંગ પણ કરી હતી.

Next Story