Connect Gujarat
ગુજરાત

આમોદ ખત્રી સમાજના કબ્રસ્તાનમાં માર્ગ બનતા ખુશી વ્યાપી

આમોદ ખત્રી સમાજના કબ્રસ્તાનમાં માર્ગ બનતા ખુશી વ્યાપી
X

આમોદ ખત્રી સમાજના લોકોની વર્ષો જૂની માંગને આખરે નગર પાલિકાએ માન્ય રાખી હતી, અને સમાજના કબ્રસ્તાનમાં પાકો માર્ગ બનાવી આપતા સમાજનાં લોકોમાં ખુશી જોવા મળી હતી.

આમોદ નગર પાલિકા દ્વારા 1.95 લાખના ખર્ચે ખત્રી સમાજના કબ્રસ્તાનમાં પાકો માર્ગ બનાવ્યો હતો.

આમોદ ખત્રી સમાજના પ્રમુખ નાસીરભાઇ ખત્રી, તથા ઉપપ્રમુખ હાજી સતારભાઇ ખત્રી તથા અન્ય ખત્રી સમાજના આગેવાનો દ્વારા રોડનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતુ. અને નગર પાલિકાના પ્રમુખ સહિત હોદ્દેદારોનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story