Connect Gujarat
ગુજરાત

આમોદ: સુંઠોદરા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા એક વૃદ્ધ દબાયા

આમોદ: સુંઠોદરા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા એક વૃદ્ધ દબાયા
X

આમોદ તાલુકાના સુથોડરા ગામેથી વડોદરા થી મુંબઈ એક્સપ્રેસ પસાર થઈ રહ્યો છે તો જે સમયે એક્સપ્રેસ હાઇવેનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. તે સમયે ગામલોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા તંત્ર,સરપંચ અને ગામના તલાટીની મિલી-ભગતના કારણે પંચાયત દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું.

તેમ છતાં ગામલોકોએ કોન્ટ્રાક્ટરો સાથે વાટાઘાટો કરવામાં આવી હતી અને ગામલોકોએ કોન્ટ્રાક્ટરો ને કહેવામાં આવ્યું હતું કે અમારા ગામમાંથી જે રોડ પસાર થાય છે. તેનું કામ તમે ચોક્કસ રીતે કરો વિકાસ નું સૂત્ર જે સરકાર નું છે. એ સૂત્ર ને અમે સમર્થન આપીએ છીએ.પણ ગામના અંતરમાં તમે ચોક્કસ રીતે મોટું નાળુ તથા મોટા ભૂંગળા રાખશો જેથી ચોમાસાનું પાણી ગામમાં તેમજ અમારી રોજી રોટી આપનાર મહામૂલી ખેતરો માં ભરાય ન રહે.

તો તે સમયે કોન્ટ્રાક્ટરે હા માં હા મિલાવી કામ શરૂ કરી દીધું હતું. પરંતુ કોન્ટ્રાક્ટરો એ પોતાની મનમાની અને દાદાગીરી ચલાવી રોડની આજુબાજુ કે નીચે કોઈ ભૂંગળા કે નાળાનો સમાવેશ કરવામાં આવ્યો નથી જેના કારણે લગાતાર ગત દિવસોમાં વરસાદ પડવાથી આખા ગામમાં પાણી ભરાઇ ગયું હતું. અને ગામનાં ખેતરોમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઇ ગયું હતું.

તંત્રની બેદરકારીનો શિકાર બનેલ આ ગામમાં એટલી બધી મુશ્કેલીઓ પડી રહી છે કે ગામમાં જવાના જે મુખ્ય રસ્તાઓ છે તે પણ બંધ થઈ ગયેલ હતાં. આ તમામ પ્રકારની માહિતી ગામલોકોએ કલેક્ટરને લેખિતમાં આપેલ હોવા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી.

આખરે ના છૂટકે ગામલોકોએ ભેગા મળીને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે જો વહેલી તકે અમને ન્યાય નહિ મળે તો અમે મામલતદાર કચેરીમાં ધરણાં પ્રદર્શન કરીશુ પરંતુ ત્યાં પણ ગામલોકોને નિરાશા મળી હતી. કારણ કે મામલતદારે જણાવ્યું હતું કે આ તમામ બાબતો T.D.O. સાહેબ ને લાગે છે અને T. D. O. સાહેબે જ કામની પરમિશન આપી હતી.

લોક ચર્ચા મુજબ આ તમામ મુદ્દે ગામજનો ધરણાં પ્રદર્શન કરવા નાં મૂડ માજ હતાં અને ગામમાં કાચા મકાન નો હોય અને ગત વરસાદમાં પાણી ફરી વળ્યું હતું અને કાચું મકાન હોવાથી અચાનક અને આકસ્મિક રીતે ગત રોજે મકાન દીવાલ ધરાશાયી થતા એક અંદાજિત ૭૬ વર્ષ નાં અને ગામનાં જૂનાં ફળીયાનાં ભારમલભાઈ રામજીભાઇ વસાવા નીચે દબાઇ ગયા હતા. ભારે જહેમત બાદ આ વુદ્ધને બહાર કાઢ્યા અને માથામાં અને પગમાં ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ ને તાત્કાલિક બોલાવી નજીકની કરજણની હોસ્પિટલમાં ખસેડાયા હતા. તંત્રની પાસે ગામનાં જાગૃત નાગરિકોએ વૃદ્ધનાં પરિવાર માટે યોગ્ય સહાયની માગણી કરી હતી

Next Story