Connect Gujarat
ગુજરાત

આવતી કાલથી ધોરણ-૧૦-૧૨ની પરીક્ષા થશે શરૂ

આવતી કાલથી ધોરણ-૧૦-૧૨ની પરીક્ષા થશે શરૂ
X

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા તા.૭મી માર્ચથી શરૂ થનારી છે. રાજ્યમાં બોર્ડની પરીક્ષાને લઇને શિક્ષણ બોર્ડ દ્વારા પણ તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે.

બોર્ડની પરીક્ષા પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારીએ એક્શન પ્લાન જાહેર કરી દીધો છે. પરીક્ષા દરમિયાન સ્કૂલ દ્વારા મોકલાતી સીસીટીવીની સીડી દરરોજ મોનિટરિંગ કરવા અધિકારીઓની ખાસ ટીમ તૈયાર કરાઇ છે.

તો સમગ્ર રાજ્યની વાત કરીએ તો, ધોરણ ૧૦માં ૧૧ લાખ ૪૯ હજાર ૭૬૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧ લાખ ૪૭ હજાર ૩૦૨ વિદ્યાર્થી પરીક્ષા આપશે. સૌથી વધુ બી ગૃપમાં ૮૯૭૬૦ અને એ ગૃપમાં ૫૭૫૧૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ ૧૦માં ૧૦૩૦૨ રિપીટર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં પાંચ લાખ ૩૩ હજાર ૬૨૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Next Story