Connect Gujarat
દેશ

આવતી કાલથી વિધાનસભાનું ચોમાસું સત્ર થશે શરૂ , નીતિન પટેલ રજૂ કરશે સંપૂર્ણ બજેટ

આવતી કાલથી વિધાનસભાનું ચોમાસું સત્ર થશે શરૂ , નીતિન પટેલ રજૂ કરશે સંપૂર્ણ બજેટ
X

આવતીકાલથી રાજ્યમાં વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થશે. ત્યારે બજેટની તમામ તૈયારીઓને રાજ્ય સરકારે આખરી ઓપ આપી દીધો છે. મંગળવારથી શરૂ થનારૂ વિધાનસભા સત્ર 25 જૂલાઇએ પૂર્ણ થશે. આ દરમિયાન નાણામંત્રી નીતિન પટેલ સંપૂર્ણ બજેટ રજૂ કરશે

આવતી કાલે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થશે જેમાં ફાયર સેફ્ટી, જળનીતિના કાયદામાં સુધારો કરતું બિલ પણ રજૂ કરવામાં આવશે. સાથે જ અંધજનોને પેન્શનની નવી યોજનાઓ,પ્રજાલક્ષી નવી નીતિ અને યોજનાઓની જાહેરાત થવાની સંભાવનાઓ છે તો કોંગ્રેસ વિધાનસભા સત્ર દરમિયાન સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી લીધી છે.

કોંગ્રેસ દ્વારા મગફળી કાંડ ,દલિતોના મુદ્દા અને સુરતમાં થયેલા અગ્નિકાંડ બાબતે આકરા પ્રહારો થવાની સંભાવનાઓ છે બજેટની તૈયારીઓ ના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ. આ બેઠકમાં ડે.સીએમ નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ હાજર રહ્યા હતા.

વિધાનસભા સત્રમાં રજૂ કરનારા 7 વિધેયકોને આખરી ઓપ આપવા માટે આ બેઠકનું આયોજન કરાયુ હતું. આ અગાઉ નાણા પ્રધાન નીતિન પટેલે વચગાળાનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ ઓ.પી.કોહલીનો કાર્યકાળ જૂલાઇના અંતમાં પૂર્ણ થઇ રહ્યો છે તેવામાં રાજ્યસભાની ચૂંટણી બાદ ગુજરાતને નવા રાજ્યપાલ પણ મળી શકે છે.

Next Story