Connect Gujarat
ગુજરાત

આસુમલમાંથી બન્યા આસારામ, ચ્હા વેચનારથી બાપુ સુધીની યાત્રામાં ભરૂચ સાથે હતો નાતો

આસુમલમાંથી બન્યા આસારામ, ચ્હા વેચનારથી બાપુ સુધીની યાત્રામાં ભરૂચ સાથે હતો નાતો
X

દુષ્કર્મ કેસમાં જોધપુર કોર્ટે આજીવન કેદની સજા સંભળાવ્યા બાદ હવે સુરત પોલીસ લેશે આશારામનો કબજો

સગીર શિષ્યા સાથે આચરેલા દુષ્કર્મનાં કેસમાં આસારામને જોધપુર કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. જ્યારે સમગ્ર પ્રકરણમાં સામેલ બે સહ આરોપીઓને કોર્ટે 20-20 વર્ષની સજા સંભળાવી છે. આસારામ અને તેનાં પુત્ર સાંઈરામ વિરૂધ સુરતમાં પણ ફરિયાદ નોંધાયી હોવાથી હવે સુરત પોલીસ આસારામનો જોધપુરથી કબજો મેળવશે. ચ્હા વેચનારમાંથી આસાબાપુ બનવાની યાત્રાની શરૂઆથ ભરૂચમાંથી જ થઈ હોવાની હકીકતો સામે આવી છે.

આસારામનું સાચું નામ આસુમલ થાઉમલ હરપલાની હતું. સિંધી પરિવારમાં જન્મેલા આસુમલનો પરિવાર પાકિસ્તાનનાં જામ નવાઝ અલી જિલ્લામાં રહેતો હતો. પરંતુ ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે તેનો પરિવાર પોતાની તમામ સંપત્તિ છોડીને ગુજરાતનાં અમદાવાદમાં રહેવા આવી ગયો હતો. તે સમયે આસારામની ઉંમર 7 વર્ષની હતી.

આસારામની જ બાયોગ્રાફીમાં જણાવ્યા પ્રમાણે પરિવારનું ગુજરાન ચલાવવા આસારામના પિતા લાકડાં અને કોલસાનો વેપાર કરતા હતા.જોકે બાદમાં પિતાનું નિધન થતાં નાની ઉંમરમાં જ આસારામને માથે ઘરની જવાબદારી આવી જતાં ઘરનું ગુજરાન ચલાવવા માટે ક્યારેક ઘોડા ગાડી ચલાવી તો ક્યારેક ચા વેચવાનું પણ કામ કર્યું હતું.

બાદમાં આસારામે 15 વર્ષની ઉંમરમાં ઘર છોડી દીધું હતું. બાદમાં ગુજરાતના ભરૂચમાં આવેલા એક આશ્રમમાં રહેવા લાગ્યા હતા. અહીં આશ્રમનાં આધ્યાત્મિક ગુરુ લીલા શાહ નામના વ્યક્તિએ આશારામને દીક્ષા આપી હતી. જોકે દીક્ષા લેતાં પહેલાં પોતાની જાતને સાબિત કરવાની હોવાથી તેમણે સાધના કરવી પડી હતી. બાદમાં ગુરૂ લીલા શાહે તેમને દીક્ષા આપીને તેનું નામ આસુમલમાંથી આસારામ રાખ્યું હતું.

1973માં આસારામે તેમના પહેલાં આશ્રમ અને ટ્રસ્ટની સ્થાપના અમદાવાદના મોટેરા ગામમાં કરી હતી. જેમ જેમ લોકોને ખબર પડી તેમ તેમ આસારામનું સામ્રાજ્ય સતત વધતું ગયું હતું. 1973થી 2001 સુધીમાં આસારામે ઘણાં ગુરુકુળ અને મહિલા કેન્દ્ર બનાવી લીધા હતાં. 1997થી 2008 દરમિયાન આસારામ પર રેપ, જમીન પચાવી પાડવી અને હત્યા જેવા ઘણાં આરોપ લાગ્યા હતા.

Next Story