Connect Gujarat
દેશ

આ અભિનેત્રીએ માત્ર 16 વર્ષની ઉંમરે પ્રથમ ફિલ્મમાં જ મેળવ્યો હતો ફિલ્મફેર એવોર્ડ

આ અભિનેત્રીએ માત્ર 16 વર્ષની ઉંમરે પ્રથમ ફિલ્મમાં જ મેળવ્યો હતો ફિલ્મફેર એવોર્ડ
X

તારીખ 8મી જુન બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો જન્મદિન છે. માત્ર 16 વર્ષની ઉંમરે રાજ કપૂરની બોબી ફિલ્મમાં ચમકેલી ડિમ્પલ રાતોરાત સ્ટાર બની ગઇ હતી.

dimpal 1

ડિમ્પલ કાપડિયાનો જન્મ 8 જૂન, 1957માં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતા ચુનીભાઇ કાપડિયા જાણીતા બિઝનેસમેન હતા.

ડિમ્પલ શો મેન રાજ કપૂરની શોધ છે. રાજ કપૂરે 1973માં તેમના પુત્ર રિશિ કપૂર સાથે ડિમ્પલને બોબી ફિલ્મ માટે સાઇન કરી હતી. પરંતુ બોબી ફિલ્મ રિલીઝ થાય તેના છ મહિના પહેલાં જ ડિમ્પલે સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતા. ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્ના વચ્ચે 15 વર્ષનો તફાવત હતો.

બોબી ફિલ્મ માટે ડિમ્પલને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. બોબી ફિલ્મને મળેલી જ્વલંત સફળતા છતાં ડિમ્પલે લગ્ન બાદ બોલિવૂડમાંથી સંન્યાસ લઇ લીધો હતો.

dimpal 23

જોકે, રાજેશ ખન્ના સાથેના લગ્નજીવનમાં તિરાડ પડતા ડિમ્પલે ફરી બોલિવૂડમાં સાગર ફિલ્મ સાથે પુનરાગમન કર્યું હતું. પુનરાગમન સાથે જ ડિમ્પલે ફરી સાગર માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મ ફેર એવોર્ડ પોતાના નામે કરી દીધો હતો.

ત્યારબાદ ડિમ્પલે ઘણી યાદગાર ભૂમિકા ભજવી છે. જેમાં ક્રાંતિવીર, ઝખ્મી ઓરત, ઇન્સાફ, રૂદાલી અને દિલ ચાહતા હૈ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિલ્મ રૂદાલી માટે ડિમ્પલ કાપડિયાને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રિય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ક્રાંતિવીરમાં નાના પાટેકર સાથે તેણે પણ દમદાર અભિનય કર્યો હતો અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો.

Next Story