Connect Gujarat
ગુજરાત

આ દીકરીના પિતા વેચે છે સાવરણી, 99.98 PR સાથે પાસ થયેલી પુત્રીને બવનું છે IAS

આ દીકરીના પિતા વેચે છે સાવરણી, 99.98 PR સાથે પાસ થયેલી પુત્રીને બવનું છે IAS
X

કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સાચી લગન અને મહેનત જરૂરી છે. તે બાબતને અગાઉ અનેક સામાન્ય પરિવારોમાંથી આવતા વિદ્યાર્થી અને વિધ્યાર્થીનીઓ શાળા કોલેજોની વિવિધ પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી સાબિત કરી ચુક્યા છે. ત્યારે આજરોજ જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજકોટના એક સામાન્ય પરિવારમાંથી આવતી દિકરીએ તેના માતા પિતા તેમજ સ્કુલનું નામ પણ રોશન કર્યુ છે.

રાજકોટમાં રહેતા દિનેશભાઇ ગણાત્રા સાવરણી વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેમાં તેનો પરિવાર પણ વ્યવસાયમાં મદદ કરી રહ્યો છે. પુત્રી સલોની ગણાત્રાએ 99.98 પીઆર મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં સલોની ગણાત્રા નામની વિધ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, મારા પિતા સાવરણી વેચવાનું કામ કરે છે. તેમના થકી જ અમારા ઘરનુ ગુજરાન ચાલે છે. આજ રોજ ધોરણ 12નુ પરિણામ જાહેર થયુ છે તેમા મારે 99.98 PR આવ્યા છે. ત્યારે ગ્રેજ્યુટ કર્યા બાદ મારે યુપીએસસી ની પરીક્ષા પાસ કરી IAS ઓફિસર બનવુ છે. ઉલ્લેખનીય છે કે તાજતેરમા જ યુપીએસસી પરીક્ષાના પરિણામો જાહેર કરવામા આવ્યા હતા. જેમા મુળ કેશોદની અને હાલ અમદાવાદ રહેતી મમતા પોપટ નામની વિધ્યાર્થીનીએ યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી. ત્યારે ધિમે ધિમે હવે ન માત્ર દિકરાઓમા જ પરંતુ દિકરીઓમા પણ યુપીએસસી જેવી મહત્વની પરીક્ષા પાસ કરી દેશની સેવા કરવાની હોડ લાગી છે

Next Story