Connect Gujarat
દુનિયા

ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન 4 વર્ષ પછી વનડેમાં એકબીજા સામે 

ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન 4 વર્ષ પછી વનડેમાં એકબીજા સામે 
X

ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન 2015ના વર્લ્ડકપમાં સિડની ખાતે રમ્યા હતા,ઇંગ્લેન્ડ 9 વિકેટે મેચ જીતી હતી.

વર્લ્ડકપની 24મી મેચમાં આજ રોજ માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. બંને ટીમ પ્રથમ વાર ઇંગ્લેન્ડના મેદાન ઉપર એકબીજા સામે ઉતરશે. ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન ટીમની ટૂર્નામેન્ટમાં પાંચમી મેચ છે. અફઘાનિસ્તાનની ટીમ એક પણ જીત વગર પોઈન્ટ્સ ટેબલમાં 10માં સ્થાને છે જયારે ઇંગ્લેન્ડ 3 જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા ક્રમે છે.

ખેલાડીઓની ઇજાઓ ની વચ્ચે ઇંગ્લેન્ડની ટીમ આજ રોજ અફગાનિસ્તાન સામેની મેચમાં જીત મેળવીને પોતાની દાવેદારીને વધારે મજબૂત કરી પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.

ઇંગ્લેન્ડનો સુકાની ઇયોન મોર્ગન વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં કમરની ઇજાના કારણે અધવચ્ચેથી મેદાન છોડીને પેવેલિયન પરત ફર્યો હતો.જયારે મોર્ગન રમશે કે નહીં તેનો નિર્ણય મેચ પહેલા લેવામાં આવશે.મોર્ગન ફિટ નહીં થાય તો ઉપસુકાની જોસ બટલર ટીમનું નેતૃત્વ સંભાળશે.ઇંગ્લેન્ડના બાકીના ખિલાડીઓની વાત કરીએ તો જો રૂટે વર્લ્ડ કપની 4 મેચમાં 93ની એવરેજથી 279 રન બનાવ્યા છે. તેણે આ દરમિયાન 2 સદી પણ ફટકારી છે. જયારે ફાસ્ટ બોલર જોફરા આર્ચરે ટીમ માટે સૌથી વધુ 9 વિકેટ લીધી છે આ ઇંગ્લિશ બોલર જોફ્રા આર્ચર સામે અફઘાન ટીમના બેટ્સમેનોની આકરી કસોટી થશે.

તો આ તરફ અફઘાનિસ્તાનની ટીમ પોતાની પ્રથમ જીત હાંસલ કરવા મેદાને ઉતરશે . વર્લ્ડ કપમાં અફઘાનની ટીમને અત્યાર સુધી સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા તથા ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. બેટિંગ ચિંતાનો વિષય બન્યો છે. રશીદ ખાનને બાદ કરતાં અન્ય કોઇ ખેલાડી પ્રભાવશાળી દેખાવ કરી શક્યું નથી. સ્પિનર્સને પિચ મદદરૂપ બનશે તો રશીદ તથા મોહમ્મદ નબીની ભૂમિકા મહત્ત્વની બની રહશે. અફઘાનિસ્તાન માટે 100 રન કરનાર ઝડરન એકમાત્ર બેટ્સમેન છે. તેના પર ફરી એક વાર મિડલ ઓર્ડરને બજબુત રાખવાની જવાબદારી રહેશે.

Next Story