Connect Gujarat
દેશ

ઇંગ્લેન્ડ આવતીકાલે સ્ટાર ખેલાડીઓની ઈજાઓ વચ્ચે પોઇન્ટ ટેબલમાં આગળ વધવા અફઘાન સામે ઉતરશે.

ઇંગ્લેન્ડ આવતીકાલે સ્ટાર ખેલાડીઓની ઈજાઓ વચ્ચે પોઇન્ટ ટેબલમાં આગળ વધવા અફઘાન સામે ઉતરશે.
X

વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ દરમિયાન જેસન રોયને હેમસ્ટ્રીંગમાં ઇજા થઇ હતી

ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોય વર્લ્ડકપમાંથી બહાર થઈ શકે છે . વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ દરમિયાન તેને હેમસ્ટ્રીંગમાં ઇજા થઇ હતી અને તે ગ્રાઉન્ડની બહાર જતો રહ્યો હતો. તેનો એમઆરઆઈ સ્કેન આવી જતા ઈંગ્લીશ ક્રિકેટ બોર્ડે કહ્યું કે, તે અત્યારે સ્ક્વોડની સાથે જ રહેશે પરંતુ આગામી અફઘાનિસ્તાન અને શ્રીલંકા સામેની મેચ રમશે નહીં. બીજી તરફ ઇંગ્લેન્ડનો કેપ્ટન મોર્ગન હાલ ફિટ છે. વિન્ડીઝ સામેની મેચમાં તેણે પીઠમાં તકલીફ થઇ રહી હોવાની ફરિયાદ કરી હતી. આગામી 24 કલાક બાદ નક્કી કરવામાં આવશે કે તે અફઘાનિસ્તાન સામેની મેચમાં મોર્ગન રમશે કે નહીં.

વર્લ્ડકપમાં જેસન રોય રમશે કે નહિ એ તેને ક્યાં પ્રકારનું હેમસ્ટ્રીંગ ટીયર છે તેના પર નક્કી થશે. ગ્રેડ-1 ટીયર એટલા ખતરનાક નથી, પરંતુ જો ગ્રેડ-2 તથા ગ્રેડ-3માંથી કોઈક પણ એક હોય તો ખેલાડી લાંબો સમય મેદાનથી બહાર રહે છે. જેસન રોયની જગ્યાએ જોઈ ડેનલી અથવા ડેવિડ મલાનનો ઇંગ્લેન્ડની ટીમમાં સમાવેશ થઇ શકે છે.

Next Story