Connect Gujarat
દુનિયા

ઇબિન શહેરના ચાંગિગ વિસ્તારમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ, 12ના મોત, 122 ઘાયલ

ઇબિન શહેરના ચાંગિગ વિસ્તારમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ, 12ના મોત, 122 ઘાયલ
X

ચીનના સિચુઆન પ્રાંતમાં સોમવારે રાત્રે અને મંગળવારે સવારે આવેલા ભૂકંપના બે શક્તિશાળી આંચકાને કારણે 12 લોકોના મોત થયા છે અને 122 લોકો ઘાયલ થયા છે. ચીન ભૂકંપ કેન્દ્ર (સીઇએનસી)ના મતે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 માપવામાં આવી હતી. પ્રથમ આંચકો સોમવારે રાત્રે 10.55 વાગ્યે ઇબિન શહેરના ચાંગિગ વિસ્તારમાં અનુભવાયો હતો. મંગળવારે સવારે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ઇમરજન્સી વ્યવસ્થાપન મંત્રાલય અને ઇમરજન્સી વ્યવસ્થાપનના પ્રાંતીય વિભાગે રાહત બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. સિચુઆન પ્રાંતમાં ફાયર બ્રિગેડ વિભાગની 63 ગાડીઓ અને 302 રાહત બચાવકર્મી ઘટનાસ્થળ પર તહેનાત છે. ત્યાંજ ઇબિનમાં પણ સ્થાનિક ફાયર બ્રિગેડ વિભાગે બચાવ કાર્ય માટે પોતાની ટુકડી મોકલી છે.

Next Story