Connect Gujarat
ટેકનોલોજી

ઇસરોએ કાર્ટોસેટ-2 સાથે 100માં ઉપગ્રહને કર્યો લોન્ચ 

ઇસરોએ કાર્ટોસેટ-2 સાથે 100માં ઉપગ્રહને કર્યો લોન્ચ 
X

ઈસરો વધુ એક નવી ઉડાન ભરીને સદી બનાવી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) પોતાનો 100મો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. ચેન્નઈ સ્થિત શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પરથી આ 100માં ઉપગ્રહ સાથે 30 અન્ય ઉપગ્રહ પણ અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

ઈસરો પોતાનાં 42માં મિશન માટે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી40 મોકલ્યું છે. જે કાર્ટોસેટ-2ની શ્રેણીનો ઉપગ્રહ અને 30 અન્ય ઉપગ્રહ સાથે શુક્રવારે સવારે ઉડાન ભરી છે.

શ્રી હરિકોટાનાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રનાં પહેલા લોન્ચ પેડ પરથી આ 44.4 મીટર લાંબા રોકેટને છોડવામાં આવ્યું હતુ. સહ-યાત્રી ઉપગ્રહોમાં ભારતનો એક માઈક્રો અને એક નેનો ઉપગ્રહ સામેલ છે. જ્યારે બીજા છ અન્ય દેશના છે. જેમાં કેનેડા, ફિનલેન્ડ, ફ્રાંસ, કોરિયા, બ્રિટેન અને એમેરિકાનાં ત્રણ માઈક્રો અને 25 નેનો ઉપગ્રહ સામેલ કરવામાં આવ્યા છે.

ઈસરો અને એંટ્રિક્સ કોર્પોરેશન લિમિટેડની વચ્ચે થયેલી વ્યાપારીક સમજૂતી હેઠળ આ 28 આંતરરાષ્ટ્રીય ઉપગ્રહોને છોડવામાં આવ્યા છે. આ 100મો ઉપગ્રહ કાર્ટોસેટ-2 શ્રેણીનો ત્રીજો ઉપગ્રહો છે.

વર્ષ 2018માં પીએસએલવીનું આ પહેલું મીશન છે. જેના અંતર્ગત અંતરિક્ષ અભિયાન હેઠળ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી40 દ્વારા 31 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યા છે. કાર્ટોસેટ-2 એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે, જે ઉચ્ચ-ગુણવત્તાવાળા ચિત્ર પ્રદાન કરવા સક્ષમ છે. જેનો ઉપયોગ શહેરી અને ગ્રામીણ નિયોજન, તટીય ભૂમિ ઉપયોગ, રોડ નેટવર્ક પર નજર રાખવા વગેરે માટે કરવામાં આવશે.

ઇસરોની 100મી ઉડાનની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,સહિત રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિએ અભિનંદન પાઠવ્યા હતા.

.

Next Story