Connect Gujarat
ટેકનોલોજી

ઇસરો 25 નવેમ્બરના સેટેલાઇટ કાર્ટોસેટ-3 કરશે લૉન્ચ

ઇસરો 25 નવેમ્બરના સેટેલાઇટ કાર્ટોસેટ-3  કરશે લૉન્ચ
X

અંતરિક્ષમાં ભારત વધુ એક સિદ્ધિ પોતાના નામે કરવા જઇ રહ્યુ છે. અંતરિક્ષમાં ભારતની એવી આંખ સ્થાપિત થવા જઇ રહી છે. ઇસરો 25 નવેમ્બરે સવારે કાર્ટોસેટ-3 લૉન્ચ કરવા જઇ રહ્યું છે.

કાર્ટોસેટ-3 સેટેલાઇટ દુનિયાનો શક્તિશાળી સેટેલાઇટ છે, આમાં એવા કેમેરા લાગેલા છે કે દુશ્મના ઠેકાણાથી લઇને તેમના મોબાઇલમાં ટાઇપ કરેલા મેસેજ સુધી વાંચી શકે છે. આ બધી માહિતી હવે દિલ્હી પાસે પળમાં જ આવી જશે. કાર્ટોસેટ-3 મુખ્ય રીતે દેશની રક્ષા માટે સેનાને મદદ કરશે.

1500 કિલો વજન વાળો આ કાર્ટોસેટ-3 ધરતીથી 450 કિલોમીટર ઉપરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ઇસરોના ઇતિહાસમાં પહેલીવાર એવુ બની રહ્યું છે કે, જ્યારે શ્રીહરિકોટાથી આ વર્ષે લૉન્ચ થયેલા બધા સેટેલાઇટ સૈન્ય ઉદેશ્યોથી લૉન્ચ કરવામાં આવ્યા છે.

ભારતમાં કાર્ટોસેટ-3ના લૉન્ચિંગ બાદ અમારો

ઉપગ્રહ લાઇવ તસવીરો લઇ શકશે, એટલે કે એ પણ જણાવી શકશે

કે દુનિયામાં હાલ કોન શું કરી રહ્યાં છે. કાર્ટોસેટ-3ની સફળતાપૂર્વક લૉન્ચિંગ

બાદ ભારત જિઓ સ્પેશ્યલ ઇન્ટેલિજન્સના મામલે દુનિયામાં કદાચ સૌથી આગળ હશે. જિઓ

સ્પેશ્યલ ઇન્ટેલિજન્સ એટલે એવી ટેકનિક જેનાથી ગુપ્તતર માહિતી સેટેલાઇટના માધ્યમથી

મળે છે. જમીન પર રહેલા બધા દુશ્મનની દરેક મૂવમેન્ટ પર નજર રહે છે.

Next Story