Connect Gujarat
દુનિયા

ઈન્ડોનેશિયામાં જ્વાલામુખી ફાટ્યાં બાદ સુનામી: ૪૩નાં મોત, ૬૦૦ જેટલાં ઘાયલ

ઈન્ડોનેશિયામાં જ્વાલામુખી ફાટ્યાં બાદ સુનામી: ૪૩નાં મોત, ૬૦૦ જેટલાં ઘાયલ
X

સુનામીની સૌથી વધુ અસર સુમાત્રાના દક્ષિણ લામપુંગ અને જાવાના સેરાંગ તેમજ પાંદેલાંગ વિસ્તારમાં થઈ હતી.

ભૂસ્ખલનથી દરિયામાં ઉંચા મોજા થયા પરિણામે કાંઠા પરની ઈમારતો નષ્ટ થઈ ગઈ

ઈન્ડોનેશિયાની સુંદા ખાડીમાં સુનામીની આવતાં ૪૩ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 600 જેટલાં ઘાયલ થયાં છે. આપદા પ્રબંધન વિભાગના અધિકારીઓ મુજબ શનિવારે મોડી રાત્રે અનાકા ક્રાકાતોઆ જ્વાલામુખી ફાટ્યાં બાદ સમુદ્રની નીચે ભૂસ્ખલન થયું. પરિણામે ઉંચા મોજાને કારણે કાંઠા પરના વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા. દક્ષિણી સુમાત્રાના કાંઠે કેટલીક ઈમારતો નષ્ટ થઈ ગઈ છે.

સુંદા ખાડી ઈન્ડોનેશિયાના જાવા અને સુમાત્રા દ્વીપની વચ્ચે છે. આ જાવાનો દરિયો હિંદ મહાસાગરને જોડે છે. સુનામીની સૌથી વધુ અસર સુમાત્રાના દક્ષિણ લામપુંગ અને જાવાના સેરાંગ તેમજ પાંદેલાંગ વિસ્તારમાં થઈ હતી. ઈન્ડોનેશિયાના આપદા પ્રબંધન વિભાગના પ્રવક્તા સુતોપો પુરવો નુગ્રોહો મુજબ, "જિયોલોજિકલ એજન્સી સુનામીનું કારણ શોધી રહી છે. મૃત્યુઆંક વધી શકે છે."

ત્રણ માસ પહેલાં ભૂકંપ અને સુનામીથી ૮૩૨ લોકોનાં મોત થયા હતા

આ વર્ષે જ સપ્ટેમ્બરમાં ઈન્ડોનેશનિયાના સુલાવેસી દ્વીપ સ્થિત પાલુ અને દોંગલા શહેરમાં ભૂકંપ પછી આવેલી સુનામીને કારણે ૮૩૨ લોકોનાં મોત થયા હતા. હજારો લોકો ઘાયલ થયા હતા. કુલ ૬ લાખની વસ્તીવાળા આ બંને શહેરોમાં સંકટના ત્રણ મહિના પછી પણ સ્થિતિ સામાન્ય નથી થઈ શકી.

Next Story