Connect Gujarat
દુનિયા

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ સુનામીનો કહેર, 281નાં મોત

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ સુનામીનો કહેર, 281નાં મોત
X

ઇન્ડોનેશિયાના સુંડા અખાતમાં શનિવારે રાતે જ્વાળામુખી ફાટ્યા બાદ આવેલી સુનામીએ પર્યટક બીચ અને તટવર્તી વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. સુનામી દરમિયાન આવેલા ૧૫થી ૨૦ ફુટના મોજામાં સપડાઇ જવાથી અત્યારસુધી ૨81ના મોત થયા છે અને ૧૦૦૦થી વધુ લોકોને ઇજા પહોંચી છે. ૫૦થી વધુ લોકો હજુ પણ લાપતા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી વેગીલી બનાવી દેવાઇ છે. જોકે કેટલાક વિસ્તારોની સ્થિતિ એટલી ખરાબ છે કે રાહત સેવા પહોંચાડવામાં તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. .

સુનામીને કારણે દક્ષિણ સુમાત્રાના બંદર લામપંગમાં સૈંકડો લોકોને ગવર્નરની કચેરીમાં શરણ લેવી પડી છે. હોનારત સંચાલન સંસ્થાનું કહેવું છે કે સુનામીને કારણે સૈંકડો ઇમારતોને નુકસાન પહોંચ્યું છે, કેટલીક ઇમારતો તો જમીનદોસ્ત થઇ ગઇ છે. પાંડેંગલાંગ, દક્ષિણી લામપાંગ અને સેરાંગ વિસ્તારમાં સૌથી વધુ લોકોના મોત થયા છે.

Next Story