Connect Gujarat
ગુજરાત

ઈન્ડોનેશિયા ઓપનમાંથી સાઈના નેહવાલ બહાર, પી.વી. સિંધુની આગેકુચ

ઈન્ડોનેશિયા ઓપનમાંથી સાઈના નેહવાલ બહાર, પી.વી. સિંધુની આગેકુચ
X

જાપાનની અયા ઓહાટી સામે મુકાબલો થતાં સાઈનાની થઈ હાર

હાલમાં જાકાર્તા ખાતે ચાલી રહેલી ઈન્ડોનેશિયા ઓપનમાં ભારતીય શટલર પી.વી.સિંધુ આગેકુચ કરી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. જ્યારે સાઈના નેહવાલનો પરાજય થયો હતો. વર્લ્ડ નંબર 3 અને ઓલમ્પિક સિલ્વર મેડાલિસ્ટનો સામનો જાપાનની અયા ઓહાટી સામે થયો હતો.

ભારતીય શટલર ગયાં અઠવાડિયે જ મલેશિયન ઓપનની સેમી ફાઈનલમાં પહોંચી હતી. 36 મિનિટ ચાલેલાં મુકાબલામાં 17 માં ક્રમાંકની હરિફને તેણે 21-17, 21-14 થી માત આપી હતી. તો અન્ય ભારતીય ખેલાડી એચ. એસ . પ્રણોયએ ચીનનાં હે બિંગ જોય ને 21-13, 21-15 થી હરાવ્યો હતો. જે મુકાબલો 1 કલાક સુધી ચાલ્યો હતો.

ઓલમ્પિક મેડાલિસ્ટ સાઈના નેહવાલને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને ચીનની વર્લ્ડ નં. 5 ખેલાડી ચેન યુ ફેઈ સામે 18-21, 15-21 થી હાર મળી હતી. નવાઈની વાત એ છે કે સાયનાએ આ ખેલાડીને ગત વર્ષે આ જ ટુર્નામેંટમાં હરાવી હતી. તો સમીર વર્માને કે જે સ્વિસ ઓપન વિજેતા વિકટર એક્સલેન સામે 15-21, 14-21 થી હાર મળી હતી. વર્લ્ડ ચેમ્પિયન ડેનમાર્કનાં ખેલાડી સામે એક તબક્કે પાછળ રહી ગયાં બાદ તેણે વળતી લડત આપી હતી. ત્યારબાદ હરિફની સતત બે ભુલથી પ્રણય મેચમાં પરત ફર્યો હતો. અને પછી 11- 5 થી લીડ મેળવી હતી.

Next Story