Connect Gujarat
ગુજરાત

ઈરાનની જેલમાં બંધ 7 ખલાસીઓનો વિદેશ મંત્રાલયની મધ્યસ્થિથી છૂટકારો

ઈરાનની જેલમાં બંધ 7 ખલાસીઓનો વિદેશ મંત્રાલયની મધ્યસ્થિથી છૂટકારો
X

વર્ષ 2015માં દૂબઈ ખાતે કમાવા માટે ગયા હતા, દરિયો ખેડવા જતાં ઈરાનમાં બંધક બન્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરેથી 7 જેટલા ખલાસીઓ દુબઇ ખાતે કમાણી કરવા અર્થે ઓક્ટોમ્બર 2015માં હવાઈ માર્ગે દુબઇ ગયા હતા. ત્યાંના "મુસ્તફા" નામના વહાણમાં નોકરીએ લાગ્યા હતા.

વહાણ જનરલ કાર્ગોની હેરફેર કરતું હતું. આ વહાણના આ સાતેય ખલાસીને તારીખ 04 જાન્યુઆરી, 2016 ના રોજ દરિયામાંથી ઈરાનની સુરક્ષા એજન્સીએ શંકાના આધારે ધરપકડ કરી હતી. જેમને ઈરાનની ચોબાર જેલમાં રાખવામાં આવ્યા હતા.

દુબઈ ખાતે કમાવવાના આશયથી ગયેલા સલીમ કરીમ, એજાજ રાજક , રસીદ ઇબ્રાહિમ, સુલતાન સાલેમામદ, ફારૂક ઇસ્માઇલ, સાબિર મામદ અને ઇસ્માઇલ સંઘાર ઈરાનની જેલમાં હોવાની પરિવારને જાણ થઈ હતી. ભારત સરકાર પાસે તેમને છોડાવવા માટે પરિવારે મદદ માંગી હતી. જેમને અઢી વર્ષ બાદ ભારતના વિદેશ મંત્રાલયના પ્રયત્નોથી સાત દિવસ પહેલાં મુક્ત કરવામાં આવ્યા હતા. ઈરાનની જેલમાંથી મુક્ત થયેલા તમામ 7 ખલાસીઓ આજે સલાયા ખાતે આવી પહોંચશે. આખરે ત્રણ વર્ષ બાદ તેમના પરિવાર સાથે મિલન થશે.

Next Story