Connect Gujarat
લાઇફસ્ટાઇલ

'ઉડતા પંજાબ' પર મુંબઇ HC,”મલ્ટિપ્લેક્સના દર્શકો ઘણાં પરિપક્વ છે”

ઉડતા પંજાબ પર મુંબઇ HC,”મલ્ટિપ્લેક્સના દર્શકો ઘણાં પરિપક્વ છે”
X

અનુરાગ કશ્યપની ફિલ્મ 'ઉડતા પંજાબ' પર તારીખ 10મી ના રોજ બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે બોર્ડ ઓફ સર્ટીફિકેશનના વલણને અનુલક્ષીને કહ્યું હતું કે સેન્સર બોર્ડનું કામ ફિલ્મને સર્ટીફિકેટ આપવાનું છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે દર્શકોની પોતાની પસંદગી છે અને તેમને જાતે જ નક્કી કરવા દેવું જોઇએ કે તેમણે કેવી ફિલ્મો જોવી છે. આ મામલે વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે. જેમાં કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.

ફિલ્મમાં કેટલાક અશ્લીલ દ્રશ્યોને વાંધાજનક કહેવા પર કોર્ટે કહ્યું હતું કે મલ્ટિપ્લેક્સના દર્શકો વધુ પરિપક્વ છે. ફિલ્મો માત્ર આવા કન્ટેન્ટથી ચાલતી નથી. તેમાં એક વાર્તા હોવી જોઇએ પછી તે સિનેમા હોય કે ટીવી હોય. કોર્ટે વધુમાં કહ્યું કે દર્શકોને પોતાની પસંદગી છે. સેન્સર બોર્ડનું કામ માત્ર સર્ટીફિકેટ આપવાનું છે.

શુક્રવારે થયેલી સુનાવણીમાં હાઇકોર્ટમાં ફિલ્મ મેકર્સ દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે બંને તરફથી દલીલો સાંભળી હતી. હવે આવતીકાલે હાઇકોર્ટ આ અંગે ચુકાદો આપશે.

Next Story