Connect Gujarat
દુનિયા

ઉત્તરી કેલિફોર્નિયાના જંગલોમાં લાગી ભીષણ આગ : 23ના મોત

ઉત્તરી કેલિફોર્નિયાના જંગલોમાં લાગી ભીષણ આગ : 23ના મોત
X

કેલિફોર્નિયાની ઈતિહાસની સૌથી ભયાનક આગ

અમેરિકાના કેલિફોર્નિયામાં ઈતિહાસની સૌથી ભયાનક આગ લાગી છે. આ દુર્ઘટનામાં શનિવારના રોજ ૧૪ લોકોના મોત નિપજ્યા હતા. પરંતુ ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધી હતી. જેમાં મૃત્યુઆંક વધી ગયો હતો. રવિવારના રોજ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોનો આંક વધીને ૨૩ સુધી પહોંચ્યો છે. સ્થાનિક મીડિયા દ્રારા જાણકારી મળી હતી કે ‘આજે વધુ ૧૪ લોકો આગની ચપેટમાં આવીને મૃત્યુ પામ્યા છે જે વધીને હવે ૨૩ થઈ ગયા છે.

કેલિફોર્નિયા

ઉલ્લેખનીય છે કે, ઉત્તરી કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. જેથી આસપાસના વિસ્તારોમાં પણ હજારો લોકોને આગના કારણે ખતરો વધતો જઈ રહ્યો છે. આસપાસના વિસ્તારોમાં લોકો પોતાના બાળકો અને પાલતૂ પશુઓને લઈને પોતાનો જીવ બચાવીને ભાગવા પર મજબૂર થઈ રહ્યા છે. આ ભયંકર આગના કારણે એક આખુ શહેર ખાલી થઈ ગયું છે. આગની ચપેટમાં આવીને આસપાસના હજારો ઘર નષ્ટ થઈ ગયા છે. સેન ફ્રાન્સિસ્કોના લગભગ ૨૯૦ કિલોમીટર દૂર લગભગ ૨૭૦૦૦ની આબાદી વાળા શહેર પેરાડાઈઝના બધા જ નાગરીકોને શહેરની બહાર જતા રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

Next Story