Connect Gujarat
દેશ

ઉત્તર ભારતમાં ફાગણ મહિનામાં હિમવર્ષા થતા વાતાવરણનો મિજાજ બદલાયો

ઉત્તર ભારતમાં ફાગણ મહિનામાં હિમવર્ષા થતા વાતાવરણનો મિજાજ બદલાયો
X

ઉત્તર ભારતમાં ફાગણ મહિનામાં હિમવર્ષા શરુ થતા વાતાવરણનો મિજાજ બદલાયો છે, જેના કારણે ગરમીની શરૂઆતમાં ઠંડા પવનોના વાયરા શરુ થયા છે.

જાણવા મળ્યા મુજબ જમ્મુ કાશ્મીરમાં બટોટ, બનિહાલ, કોકરાનાગ, કાજીગુંડ, પહેલગામ, કુપવાડા, અને કટરામાં 1 સેન્ટીમીટર થી 4 સેન્ટીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત લેન્ડ સ્લાઈડ થવાના કારણે જમ્મુ શ્રીનગર હાઇવે બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી.

હિમવર્ષા ને કારણે જનજીવન પર પણ અસર પડી છે, ઉત્તર ભારતમાં બરફ વર્ષા થવાના કારણે ગરમીના આગમન સાથે ઠંડા પવનના સુસવાટા લોકો અનુભવી રહ્યા છે.

Next Story