Connect Gujarat
ગુજરાત

ઉનાળાના કારણે લીલાં શાકભાજીના બમણાં ભાવથી ગૃહિણીઓમાં કચવાટ

ઉનાળાના કારણે લીલાં શાકભાજીના બમણાં ભાવથી ગૃહિણીઓમાં કચવાટ
X

  • શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં ૨૦ થી ૪૦%નો ભાવા વધારો
  • મોંઘવારીમાં પીસાતી પ્રજાને શાકભાજીનો ભાવ વધારો પડતા પર પાટુ સમાન

આકરી ગરમી વચ્ચે લીલા શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનાં ઘરના બજેટ ખોરવાઈ ગયાં છે. શાકભાજી ખરીદ કરતા ગૃહીણીઓમાં કચવાટ ફેલાયો છે. સામાન્ય દિવસોમાં રૂ.૪૦ કિલો લેખે મળતા કોથમીર, લીંબુ, લીલા મરચાં હાલમાં રૂ.૧૬૦ના કિલો લેખે વેચાય છે. જયારે રૂ.૪૦ના કિલો લેખે મળતાં શાકભાજીના ભાવ રૂ.૧૨૦ થી રૂ.૧૪૦ને આંબી જતા લોકોમાં બુમરાણ મચી ગઈ છે.આમ શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં ૨૦ થી ૪૦%નો ભાવા વધારો જોવા મળી રહ્યો છે.

ઉનાળાના આરંભે જ લીલા શાકભાજીના ભાવ ઉંચે ચડવા સાથે કોથમીર, લીંબુ, લીલા મરચાંનો ભાવ રૂ.૧૬૦ને આંબી ગયા છે. શાકભાજીના વિક્રેતાના જણાવ્યા પ્રમાણે હાલમાં ઉનાળાની ગરમીના કારણે શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે. આવક ઓછી થતા ભાવમાં એકાએક વધારો થયો છે. સામાન્ય દિવસોમાં શાકભાજી રૂ.૪૦ના કિલો મળતા હતા તે વધીને રૂ.૧૪૦ની આસપાસ થયા છે. જેમાં પરવળ, વટાણા, ચોળી જેવા શાકના ભાવ રૂ.૧૨૦ થી ૧૪૦ થઈ ગયા છે.ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ રહેતો હોય તેના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. લીંબુના ભાવ પણ ૧ કિલોના રૂ.૧૬૦ ને આંબી ગયા છે. તેવી જ રીતે મરચાં અને આદુનો ભાવ પણ એક કિલોના રૂ.૧૬૦એ પહોંચી ગયો છે. શાકમાર્કેટમાં લીંબુ, કોથમીર, લીલાં મરચાં રૂ.૯૦ થી ૧૦૦ના કિલો લેખે વેચાય છે. મોંઘવારીમાં પીસાતી પ્રજાને શાકભાજીનો ભાવ વધારો પડતા પર પાટુ સમાન છે.

Next Story