Connect Gujarat

ઉનાળામાં ઘરે જ બનાવો ફ્રેશ ફ્રુટ કુલ્ફી, બાળકો ચાટી જશે આંગળા 

ઉનાળામાં ઘરે જ બનાવો ફ્રેશ ફ્રુટ કુલ્ફી, બાળકો ચાટી જશે આંગળા 
X

ઉનાળાની સિઝનની શરૂઆત થતાંની સાથે જ ગરમીથી રાહત મેળવવા લોકો કૂલ થવા ઠંડી ચીજો ખાવા તરફ આકર્ષાય છે. ખાસ કરીને બાળકો આઇસક્રિમ, કુલ્ફી અને ઠંડાં પીણાંની માંગણીઓ પણ વધુ કરતા હોય છે. આવામાં વારંવાર બજારમાંથી આઇસક્રિમ ખરીદવો પોસાય નહીં. પરંતુ બાળકોને હોમમેડ કુલ્ફી ખવડાવવી હવે આશાન છે. આજે કનેક્ટ ગુજરાત તેના વાચકો માટે ઠંડા-ઠંડા કૂલ રેસીપી સાથે ફ્રેશ ફ્રુટ કુલ્ફી કેવીરીતે બનાવવી તેની માહિતી આપશે. જે એકવાર ખાધા પછી બાળકો આંગળા ચાટી જશે અને બજારની કુલ્ફી માટે કદી જીદ નહીં કરે.

ફ્રેશ ફ્રુટ કુલ્ફી માટેની સામગ્રી

- ત્રણથી ચાર ચમચી ખાંડ

- એક ચમચી જલજીરા

- સ્વાદ અનુસાર મીઠું

- એક ચમચી લીંબુનો રસ

- 200 મીલી પાણી

- આઠ-દસ દ્રાક્ષ

- ચારથી પાંચ સ્ટ્રોબરી

- એક નંગ કીવી

કુલ્ફી બનાવવાની રીત

- સૌપ્રથમ એક બાઉલમાં પાણી લઈ તેમાં ખાંડ ભેળવીને ઓગાળી લેવી. ખાંડ ઓગળી જાય એટલે તેમાં જલજીરાનો પાઉડર નાંખો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી જલજીરા શરબત તૈયાર કરીને મૂકો.

- હવે કુલ્ફીનો મોલ્ડ લઈને તેમાં એક પછી એક બધાં જ ફ્રુટ્સનાં સુધારેલાં ટૂકડા ગોઠવો. મોલ્ડમાં ફ્રુટ્સના ટૂકડા મૂક્યા બાદ તેમાં જલજીરાનું શરબત ઉમેરવું. શરબત ઉમેર્યા બાદ બધા જ મોલ્ડનાં ઢાંકણ બરાબર બંધ કરી મોલ્ડને ફિઝરમાં 3-4 કલાક માટે ફ્રિઝ થવા મૂકી દો.

- 3-4 કલાક બાદ તૈયાર થઈ જશે ફ્રેશ ફ્રુટ કુલ્ફી. આ શરબતની જગ્યાએ નારિયેળ પાણી કે કોઇપણ ફ્રુટ જ્યૂસ પણ લઈ શકાય. દરેક પ્રકારનાં ફ્રૂટમાંથી આવી કુલ્ફી બનાવી શકાય. જે ખરેખર બાળકોને ગમે તેવી છે. સાથે નિરોગી રહી ઘરે જ ઉનાળાની ગરમીને ઠંડકમાં ફેર

Next Story