Connect Gujarat
ગુજરાત

ઉમંગ એપ પર નોંધેલી ગેસ બોટલ આપવામાં મોડાસાની HP ગેસ એજન્સીનું ઉદાસીન વલણ

ઉમંગ એપ પર નોંધેલી ગેસ બોટલ આપવામાં મોડાસાની HP ગેસ એજન્સીનું ઉદાસીન વલણ
X

કેન્દ્ર સરકારે અનેક સુવિધાઓ ઓનલાઈન કરી છે, જેથી ગ્રાહકોને એક ક્લીકમાં અંદાજે પચાસ જેટલી એપ્લિકેશન થકી ગ્રાહકોને ઘરે બેઠા સુવિધાનો લાભ લઇ શકે. જેમાં એચ.પી.ગેસ એજન્સીનો પણ સમાવેશ કરાયો છે.

જોકે ઓનલાઇન નોંધેલી ગેસની બોટલો મોકલવામાં મોડાસાની એચ.પી.ગેસ એજન્સીને જરાય રસ ન હોય તેવું લાગી રહ્યું છે. એક ગ્રાહક પહેલા આ જ એપ્લિકેશન થકી ગેસની બોટલ નોંધાવતા હતા, જો કે, ગેસની બોટલ એકાદ દિવસે મળી જતી હતી, પણ છેલ્લા ત્રણ વારથી બોટલ આ ગ્રાહક નોંધાવે તો છે, પણ હવે ઓનલાઇન નોંધેલી ગેસની બોટલનો ડાટા જોવામાં કર્મચારીઓને જરાય રસ ન હોય તેવું લાગી રહ્યું છે.

ઓનલાઈન એચ.પી.ગેસ બોટલની નોંધણી એક ગ્રાહકે 22 તારીખના રોજ નોંધાવી હતી, પણ છ દિવસ જેટલો સમય વિતી જવા છતાં બોટલ ન મળતા ગ્રાહક પોતે મોડાસાની એચ.પી. ની ખુશી ગેસ એજન્સીની મુલાકાત કરતા તેમણે જોયું તો ગેસની બોટલ 22 જૂનના રોજ નોંધાયેલી હોવાનું જણાવ્યું અને કહ્યું કે, હા જોવડાવી લઇએ છીએ. ઓનલાઈન નોંધાયેલી ગેસની બોટલ આપવામાં ખુશી ગેસ એજન્સીના કર્મચારીઓને જાણે રસ જ ન હોય તેવું આના પરથી ફલિત થતું હોય તેવું લાગી રહ્યું છે. પણ સવાલ એ થાય છે કે, જો ઓનલાઈન નોંધણી કરાવેલી બોટલ પ્રત્યે આંખ આડા કાન કરી દેવાતા હોય તો આ પ્રકારની ઓનલાઈન નોંધણી કેમ કરીને ગ્રાહકોને દોડાવવામાં આવી રહ્યા છે, તે એક સવાલ છે.

Next Story