Connect Gujarat
લાઇફસ્ટાઇલ

ઋત્વિકની ફિલ્મ 'કાબિલ'નું ટ્રેલર થયું રીલિઝ

ઋત્વિકની ફિલ્મ કાબિલનું ટ્રેલર થયું રીલિઝ
X

રાકેશ રોશનની ઋત્વિકને ચમકાવતી ફિલ્મ 'કાબિલ'નું ટ્રેલર રીલિઝ થઇ ગયુ છે. આ ફિલ્મમાં ઋત્વિક સાથે યામી ગૌતમી પણ છે.

ફિલ્મના ટ્રેલર પરથી જણાય છે કે ઋત્વિક રોશન ફરી એકવાર એક્શન અવતારમાં આવી રહ્યા છે. ફિલ્મમાં ઋત્વિક રોશન અને યામી ગૌતમી બંને દિવ્યાંગનું પાત્ર ભજવી રહ્યા છે. જેઓ જીવન પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે. તેમની શાંત જીંદગીમાં અચાનક વળાંક આવે છે જેનો તે દ્રઢપણે સામનો કરે છે.

'કાબિલ' ફિલ્મમાં રાજેશ રોશનનું મ્યુઝીક છે. થ્રિલર, એક્શન અને રોમાન્સથી ભરપૂર આ ફિલ્મના ટ્રેલર પરથી જણાઇ આવે છે કે ફિલ્મ મનોરંજનનું ફુલ પેકેજ છે.

Next Story