Connect Gujarat
સમાચાર

એઇડ્સની સારવાર માટે શોધાઇ નવી થેરાપી

એઇડ્સની સારવાર માટે શોધાઇ નવી થેરાપી
X

તાજેતરમાં એક એઇડ્સની સારવાર માટે એક નવીન એપ્રોચ જર્નલ સાયન્સમાં પ્રગટ કરવામાં આવ્યો છે. જે એઇડ્સની સારવાર કરવા માટે દર્દીની ઇમ્યુનિટી સિસ્ટમને સક્રિય કરે છે. જેના કારણે શરીરમાં એન્ટિબોડીઝ બને છે જે HIV સામે લડે છે અને શરીરમાંથી તેનો નિકાલ કરે છે.

આ અંગે અભ્યાસના પ્રથમ લેખક અને ન્યૂયોર્કની રોકફેલર યુનિવર્સિટીમાં મોલેક્યુલર ઇમ્યુનોલોજીના શંસોધનકર્તા ડૉ. ટીલ સ્કુફે એક જાણીતી અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટને જણાવ્યું હતું કે આ અભ્યાસ તે વાતનો પુરાવો છે કે જો એન્ટિબોડીનો એક સિંગલ ડોઝ દર્દીની ઇમ્યુનિટી સિસ્ટમને સક્રિય કરી શકતો હોય તો, વાઇરસ સામે લડવા સક્ષમ હોય તે માટે નવા અને સારા એન્ટિબોડીઝ હોવા જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે 3BNC117 એ તદ્દન નિષ્પ્રભાવિત કરતી એન્ટિબોડી છે. જે દુનિયાભરની HIVની 200 જાત સામે 80 ગણી વધારે લડત આપે છે.

જેમાં વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ક્ષીણ થાય અને જેમાં CD4 રોગપ્રતિકારક કોષોનો નાશ થાય છે. તે વિનાશ એઇડ્સની નિશાની છે.

લોહીમાં HIVનું વધારે પ્રમાણ ધરાવતા 15 દર્દીઓ પર ડૉ.સ્કુફે પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગમાં ડૉ. સ્કુફે નોંધ્યું કે 6 મહિના બાદ દર્દીઓના શરીરમાં નવી એન્ટિબોડી બની છે જે HIV સામે લડવા માટે સક્ષમ છે.

પ્રાયોગિક ધોરણે આ થેરાપી સફળ નીવડતા HIVના દર્દીઓને માટે નવી આશા જન્મી છે.

Next Story