Connect Gujarat
ગુજરાત

એકના એક તેલમાં તળેલી વાનગી વેચતા ફરસાણવાળાઓ સામે કાર્યવાહી થશે

એકના એક તેલમાં તળેલી વાનગી વેચતા ફરસાણવાળાઓ સામે કાર્યવાહી થશે
X

ગુજરાતમાં ૧લી જુલાઇથી નવો નિયમ અમલી બનશે

ભજીયા,ફાફડા કે ફરસાણ બનાવતાં વેપારીઓ એક જ તેલનો વારંવાર ઉપયોગ કરે છે. આ બળેલુ તેલ સ્વાસ્થય માટે એટલુ ઝેરી જ નહીં, હાનિકારક હોય છેકે,કેન્સર જેવી બિમારી થઇ શકે છે. આ કારણોસર ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયાએ ખાસ નિયમો ઘડયાં છે. ગુજરાતમાં ૧લી જુલાઇથી આ નિયમો અમલી બનશે. એટલું જ નહીં,હવે પછી અશુધ્ધ તેલનું સેમ્પલ ઝડપાશે તો ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે.

બજારમાં અત્યારે ભજીયા,ફાફડા કે ફરસાણ વેચતા દુકાનદારો તેલનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના વિશે મોટાભાગના લોકો અજાણ છે. ઘણાં દુકાનદારો શુધ્ધ તેલનો ઉપયોગ કરાય છે તેવા બોર્ડ લગાવે છે પણ વાસ્તવમાં એક તેલમાં વારંવાર ફરસાણ,ફાફડા,જલેબી,સમોસા,ભજીયા જેવી વાનગીઓ બનાવતા હોય છે.

નિષ્ણાતોનું કહેવુ છે કે, એક તેલનો વારંવાર ઉપયોગ કરાતાં તેમાં એસિડ વેલ્યુ વધી જાય છે.બળેલુ તેલ ઝેરી બને છે.તેલમાં ટોટલ પોલરાઇઝેશન કાઉન્ટ ઘટી જાય છે જે માનવી સ્વાસ્થય માટે હાનિકારક છે. આવા તેલથી બનેલુ ફરસાણ,ભજીયા,ફાફડા આરોગવાથી પેટની બિમારીઓ જ નહીં, કેન્સર જેવી ગંભીર બિમારીઓને નોતરુ મળી શકે છે.

ફુડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં હવે અશુધ્ધ તેલ વાપરનારાંઓ વિરુધ્ધ કાર્યવાહી કરાશે.તેલનો વારંવાર ઉપયોગ કરાય તો તેમાં ટીપીસી કાઉન્ટ ઘટી જાય છે. આવા ઝેરી તેલનો ઉપયોગ કરનારાં સામે હવે કડક કાર્યવાહી કરાશે. ગુજરાતમાં આગામી ૧લી જુલાઇથી નવો નિયમ અમલી બનશે. અશુધ્ધ તેલના ચેકિંગ માટે હાઇટેક મશીન પણ લવાયા છે જેના થકી તેલની ઘડીની ક્ષણોમાં સ્થળ પર ચકાસણી કરી શકાશે. આમ,અશુધ્ધ તેલનો ઉપયોગ કરનારા દુકાનદારો પર હવે આગામી દિવસોમાં તવાઇ આવશે.

હાઇટેક મશીનથી માત્ર પાંચ સેકન્ડમાં તેલ કેવુ છે જાણી શકાશે

ભજિયા,ફાફડા,ફરસાણ વેચતા દુકાનદારો એક જ તેલનો વારવાર ઉપયોગ કરે છે. દિવસભર તેલ ઉકાળી ફરસાણ બનાવતા હોય છે.વાસ્તવમાં આવુ તેલ માનવી સ્વાસ્થય માટે ઘાતકી બની શકે છે એટલે હવે આવુ તેલ કેટલી હદે ઝેરી છે તે ક્ષણભરમાં જાણી શકાશે.રાજ્ય ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાઇટેક મશીનો વસાવ્યા છે જેનાથી સ્થળ પર અશુધ્ધ તેલની ચકાસણી કરવામાં આવનાર છે.એટલુ જ નહી,માત્ર પાંચ સેકન્ડમાં તેલ કેવુ છે તે જાણી શકાશે.

Next Story