Connect Gujarat
ગુજરાત

એક મહિનામાં આજે પાંચમી વખત યુપી પહોંચશે PM મોદી

એક મહિનામાં આજે પાંચમી વખત યુપી પહોંચશે PM મોદી
X

મોદીના ૧ લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટ સાથે હિન્દુત્વ પર પણ ભાર યોગી અને શાહ હિન્દુત્વના એજન્ડાને આગળ વધારશે

વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીના ૯ મહિના પહેલાં જ સંપૂર્ણપણે ચૂંટણી મૂડમાં આવી ગયા છે. ફોકસ દેશના ઉત્તરપ્રદેશ રાજ્ય પર છે, જ્યાં વિપક્ષી એકતાના કારણે પેચૂંટણીઓમાં પક્ષે ૩ લોકસભા બેઠકો ગુમાવવી પડી છે.

મોદી બે દિવસના પ્રવાસ માટે આજે લખનઉ પહોંચશે. એક મહિનામાં ઉત્તરપ્રદેશનો તેમનો પાંચમો પ્રવાસ છે. મોદીના પાંચ કાર્યક્રમ પ્રદેશના પાંચ અલગ અલગ ભાગમાં થયા છે. રાજ્યમાં મોદી અને શાહે એકત્ર થઇને વિપક્ષનો સામનો કરવા માટે નવી રણનીતિ તૈયાર કરી છે. અન્ય પક્ષો પહેલા તૈયારી પણ શરૂ કરી દીધી છે.

આ વખતે તેઓ રાજ્યમાં હિન્દુત્વ અને વિકાસને એક સાથે લઈને આગળ વધશે. મોદી વિકાસ પ્રોજેક્ટ્સનો પાયો મૂકીને જનતા સામે જશે. યોગી અને શાહ હિન્દુત્વના એજન્ડાને આગળ વધારશે. પક્ષનાં સૂત્રો મુજબ મોદી હવે દર મહિને ઉ.પ્ર.માં ૨ થી ૪ રેલી કરશે. આ રેલીઓ ત્યાં થશે જ્યાં પક્ષને એકત્ર થયેલા વિપક્ષનું સૌથી વધુ જોખમ છે.

  • સૌથી મોટા રાજ્યમાં મોદી-શાહે ૯ મહિના પહેલાં ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો

- ૨૦૧૪માં સપા, બસપા, કોંગ્રેસને ભાજપ કરતાં ૭% વધુ મત મળ્યા.

- લોકસભા ચૂંટણીમાં સપા, બસપા, કોંગ્રેસ, રાલોદ સાથે લડી શકે છે. પેટાચૂંટણીમાં એક-બીજાને સમર્થન આપી દીધું હતું. ભાજપ સામે પડકાર વોટબેન્ક બચાવવાનો સંયુક્ત વિપક્ષ કરતાં વધુ મત મેળવવાનો છે. ૨૦૧૪માં સપા, બસપા અને કોંગ્રેસને મળેલા વોટનો સરવાળો કરાય તો તે ભાજપ કરતાં ૭ ટકા વધુ છે.

પક્ષબેઠકવોટશેર
ભાજપ7142.3%
સપા0522.2%
કોંગ્રેસ027.5%
અપના દળ021.0%
બસપા1919.6%

- પેટા ચૂંટણીમાં ભાજપની વોટ ટકાવારી ૨૦૧૪ કરતાં લગભગ ૧૦% ઓછી થઈ છે.

  • મોદીની યુપી મુલાકાત

૨૮ જૂન, મગહર (સંત કબીરનગર)

- મોદીએ ૨૮ જૂને મગહરમાં કબીર એકેડમીનું ઉદઘાટન કર્યું. રેલી પણ કરી હતી. કબીરના દોહાથી વિપક્ષ પર નિશાન સાધ્યું. કબીર મારફત કબીરપંથી દલિત અને પછાત જાતિઓને સાધવાનો પ્રયાસ કર્યો.

૧૪ જુલાઈ - આઝમગઢ, મિર્ઝાપુર, બનારસ

મોદીએ ૩૪૦ કિ.મી.લાંબા પૂર્વાંચલ એક્સપ્રે-વેનો શિલાન્યાસ કર્યો. પૂર્વીય યુપીમાં વિકાસના નામે મત માગ્યા. સંસદીય ક્ષેત્ર બનારસ અને મિર્ઝાપુરમાં પણ વિકાસકામોનું ઉદઘાટન કર્યું. આઝમગઢ સપા, બસપા અને કોંગ્રેસનો ગઢ રહ્યો છે. મોદી લહેરમાં ભાજપ 2014 લોકસભા ચૂંટણી હાર્યો હતો.

૧૦ જુલાઈ, નોઈડા

- નોઈડામાં મોદીએ મૂન જેઈ સાથે સેમસંગના સૌથી મોટા મોબાઈલ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. કાર્યક્રમમાં યોગી પણ હતા. તેના મારફત તેમણે પશ્ચિમી ઉ.પ્ર.ની 10 બેઠકોને સાધવાનો પ્રયાસ કર્યો.

૨૧ જુલાઈ - શાહજહાંપુર

- મોદીએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થવાના આગલા દિવસે રુહેલખંડ ક્ષેત્રના શાહજહાંપુર જિલ્લામાં રેલી કરી. અહીં તેમણે ખેડૂતોની વાત કરી. બેઠકો આવે છે. અહીંની 12માંથી 11 બેઠકો પર ભાજપના સાંસદ છે.

- સપા, બસપા, કોંગ્રેસના ગઠબંધન વિરુદ્ધ ભાજપનું મોદીકાર્ડ

- ગોરખપીઠ ક્ષેત્રમાં ૮ બેઠક છે. બધા પર ભાજપનો કબજો છે. 55 ટકા વસતી દલિત અને પછાત જાતિઓની છે.

- 2009માં અહીં ભાજપના માત્ર ૨ સાંસદ હતા. તે સપા, બસપાનો ગઢ છે. ૨૦૧૪માં ૩ બેઠકો પર ટક્કર થઈ.

૨૯ જુલાઈ - લખનઉ

- મોદી શનિવારે લખનઉ જશે. ૬૦ હજાર કરોડના અંદાજે ૭૪ પ્રોજેક્ટોનું ઉદઘાટન,શિલાન્યાસ કરશે. તેમાં મોટા ભાગની કેન્દ્રીય યોજનાઓ છે. તેમાં અટલ મિશન, અમૃત યોજના, સ્માર્ટ સિટી વગેરે મુખ્ય છે.

- પશ્ચિમ ઉ.પ્ર.માં ૧૦ બેઠક બધી ભાજપે જીતી હતી. પાંચ બેઠકો એવી, જેમાં એકત્ર વિપક્ષની વોટ ટકાવારી વધુ છે.

- આઝમગઢમાં ૮૩ ટકા હિન્દુ, ૧૫ ટકા મુસ્લિમ છે. તેથી મોદી હિન્દુત્વનું કાર્ડ રમ્યા.

- અવધમાં ૧૨ લોકસભા બેઠકો છે. તેમાંથી ૧૦ પર ભાજપના સાંસદ છે. રાયબરેલી અને અમેઠી અહીં છે.

Next Story