Connect Gujarat
ગુજરાત

એથ્લેટિક્સમાં ડાંગ જિલ્લાની વધુ એક સિધ્ધિ, સરિતા બાદ હવે મુરલી ઝળક્યો

એથ્લેટિક્સમાં ડાંગ જિલ્લાની વધુ એક સિધ્ધિ, સરિતા બાદ હવે મુરલી ઝળક્યો
X

ડાંગનાં કુમારબંધ ગામના મુરલી ગાંવિતે 10 હજાર મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

ડાંગ જિલ્લાના કુમારબંધ ગામના આદિવાસી યુવાન મુરલી ગાંવિતે રાંચી ખાતે યોજાયેલી 58 મી નેશનલ ઓપન એથ્લેટિક ચેમ્પિયનશીપ 2018 માં 10 હજાર મીટરની પુરૂષોની ફાઈનલમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ગુજરાતનું ગૌરવ વધારતા ડાંગ સહિત રાજ્યભરમાંથી મુરલીને શુભેચ્છાની વર્ષા થઈ હતી.

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડળ મેળવ્યા બાદ સરિતા ગાયકવાડે ડાંગ જિલ્લાને અને ગુજરાતને વિશ્વ ફલક ઉપર સ્પોર્ટ્સમાં નામના અપાવી છે. ત્યારે હવે વધુ એક સિતારો એથ્લેટિક્સમાં ઉભરીને સામે આવ્યો છે. ડાંગ જિલ્લામાં પહાડી વિસ્તારમાં આવેલા કુમારબંધ ગામનો વતની મુરલી ગાંવિત વધુ એક ગોલ્ડ મેડલ જીતીને લાવતાં એથ્લેટિક્સ ક્ષેત્રે ડાંગ જિલ્લાનું નામ આગળ આવ્યું છે. જિલ્લાને વધુ એક સિધ્ધિ હાંસલ થતાં સ્થાનિક લોકો અને વહીવટી તંત્રમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Next Story