Connect Gujarat
ગુજરાત

એમ.આર.આઈ.ડી.ની વિદ્યાર્થીની ને ૧૪ લાખનું પેકેજ મળ્યુ

એમ.આર.આઈ.ડી.ની વિદ્યાર્થીની ને ૧૪ લાખનું પેકેજ મળ્યુ
X

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મહારાજા રણજીતસિંહ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન ના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટમાં કંપનીઓ દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. માસ્ટર ઓફ કમ્યુનીકેશન ડીઝાઇનની વિદ્યાર્થીની દ્રષ્ટિને વાર્ષિક ૧૪ લાખ રૂપિયાનું પેકેજ ઓફર થયુ છે. દ્રષ્ટિ એ જણાવ્યુ હતુ કે ભારતીય કળા અને માર્કેટની માંગ બંનેને સાંકળતો અભ્યાસક્રમ એ એમ.આર.આઈ.ડી.ની વિશેષતા છે. અહીંના અધ્યાપકો ઉપરાંત વિઝીટીંગ ફેકલ્ટીને કારણે પણ એક નવો દ્રષ્ટિકોણ મળે છે.

મુંબઈની એક આઈ.ટી. ફાઈનાન્સ કંપનીમાં ૭.૫ લાખ રૂપિયાનું પેકેજ મેળવનાર પ્રતિક શર્મા હાલમાં કંપની માટે યુઝર એક્સપીરીયન્સ ઇન્ટરફેસ બનાવી રહ્યો છે. તેણે વાતચીતમાં કહ્યું કે ડીઝાઇન ભણાવતી અન્ય ઇન્સ્ટીટ્યુટ અને એમ.આર.આઈ.ડી.માં અલગ એ છે કે અહી આ કોર્સ ના મુળિયા ફાઈન આર્ટસ સુધી જાય છે, હું અહી આર્ટ હિસ્ટ્રી, પેઇન્ટિંગ જેવા વિષયો થી પણ અવગત થયો. અહી ભણ્યા પછી તમે માત્ર ડીઝાઇનર જ નથી બનતા આર્ટીસ્ટ પણ બની શકો છો.

માસ્ટર્સના અન્ય એક વિદ્યાર્થી ગણેશ જાંગીડે જણાવ્યુ હતુ કે અહી ભણવાની સાથે એક આર્ટીસ્ટીક ફ્રીડમ પણ મળી રહે છે. જેથી તમે નવા પ્રયોગ કરવા પ્રેરાઓ છો. ગણેશને હાલમાં જ ૫ લાખના પેકેજ સાથે અમદાવાદની એક વેબ ડેવલપમેન્ટ કંપની ઇન્ટરફેસ ડીઝાઇનરની જોબ ઓફર થઇ છે.

બેચલરના વિદ્યાર્થી ધૈર્ય વૈદ્ય એક એડવર્ટાઈઝ કંપનીમાં ૨.૫ લાખના પેકેજ સાથે કામ કરી રહ્યો છે. તેણે જણાવ્યુ હતુ કે ક્લાયન્ટને જયારે એક સાથે ત્રણ ચાર ઓપ્શન આપવાના હોય છે, ત્યારે ડીઝીનીંગ ભણતી વખતે એક્સ્પ્લોર કરવાની પ્રેક્ટીસ કામ લાગે છે. તમે વધુ ક્લાયન્ટ ઓરીએન્ટેડ કામ કરી શકો છો.

અધ્યાપિકા શાલ્મલી દાસ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે અહીનો અભ્યાસક્રમ જ એવી રીતે ડીઝાઇન કરવામાં આવ્યો છે કે દરેક મોડ્યુલ ભણ્યા બાદ વિદ્યાર્થીને પ્રોજેક્ટ કરવાનો હોયછે. આ પ્રેક્ટીસને કારણે ઇન્ડસ્ટ્રીમાં ગયા પછી પણ તેઓ આખો પ્રોજેક્ટ જાતે સંભાળવા સક્ષમ હોય છે.

ઇન્ટરશીપ દરમિયાન વિદ્યાર્થીઓ અધ્યાપકો તેમ જ ફિલ્ડ એક્સપર્ટના માર્ગ દર્શનમાં ડીગ્રી પ્રોજેક્ટ કરતા હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓને જ્યાં ઇન્ટરશીપ કરી હતી ત્યાં જ પ્લેસમેન્ટ થયું છે. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ પોતાનું સ્ટાર્ટ અપ કરવાનું પણ વિચારી રહ્યા છે. પ્લેસમેન્ટમાં મળેલી સફળતાએ અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું ટીમ વર્ક છે.

Next Story