Connect Gujarat
ગુજરાત

એસવીઆઇટી., એન.એસ.એસ. યુનિટના અવિનાશ સિંઘની જીટીયુ ટીમમાં પસંદગી

એસવીઆઇટી., એન.એસ.એસ. યુનિટના અવિનાશ સિંઘની જીટીયુ ટીમમાં પસંદગી
X

તાજેતરમાં સ્ટેટ લેવલ એન.એસ.એસ. કોમ્પિટિશન માટે જીટીયુ ટીમની પસંદગી કરવામાં આવી હતી. જેમાં એસવીઆઇટી,એન.એસ.એસ. યુનિટના સ્વયંસેવક અવિનાશ સિંઘ, કાવ્યપઠન અને ફોટોગ્રાફી સ્પર્ધામાં પસંદગી પામ્યા હતા. જે હવે પછી સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, આણંદ ખાતે યોજાનાર સ્ટેટ લેવલ એન.એસ.એસ. ડે. ની ઉજવણીમા જીટીયુ તરફથી ભાગ લેશે.

અવિનાશ સિંઘની જીટીયુ ટીમમાં પસંદગી થવા બદલ એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ, સેક્રેટરી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ, આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ અને વિકાશ અગ્રવાલ (એન.એસ.એસ. પ્રોગ્રામઓફિસર) તથા સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી અવિનાશસિંઘને શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.

Next Story