Connect Gujarat
લાઇફસ્ટાઇલ

એસિડ અટેક પીડિતાઓને કિંગ ખાન કરશે અનોખી મદદ !!!

એસિડ અટેક પીડિતાઓને કિંગ ખાન કરશે અનોખી મદદ !!!
X

  • શાહરૂખના મીર ફાઉન્ડેશને અતિજીવન ફાઉંડેશન અને ન્યૂ હોપ હોસ્પિટલ સાથે મળીને એસિડ અટેક પીડિતાઓ માટે પ્લાસ્ટિક સર્જરી કેમ્પ શરૂ કરવાની યોજના બનાવી

બોલીવુડ કિંગ શાહરૂખ ખાન આજે ગ્લોબલ આઈકન છે. ઘણાં કારણો છે કે જે ગ્લોબલ લેવલે અન્ય સેલિબ્રિટીથી અલગ પાડે છે. શાહરૂખ સમાજની ભલાઈ માટે થતા દરેક કામ માટે હંમેશા તૈયાર રહે છે. જેના માટે તે ઘણાં સમાજિક કાર્યક્રમોમાં હાજર રહેતાં હોય છે.

હાલમાં એક અહેવાલ પ્રમાણે, શાહરૂખના મીર ફાઉન્ડેશને અતિજીવન ફાઉંડેશન અને ન્યૂ હોપ હોસ્પિટલ સાથે મળીને એસિડ અટેક પીડિતાઓ માટે પ્લાસ્ટિક સર્જરી કેમ્પ શરૂ કરવાની યોજના બનાવી હતી. આ કેમ્પ સાથે જ આઈ સર્જરી કેમ્પની પણ યોજના બનાવી હતી. આ પહેલ ૧૩ જુલાઈએ ચેન્નાઈમાં કરવામાં આવી અને હવે ૧૫ જુલાઈએ એટલે કે આજે આઈ સર્જરી કરવાની શક્યતા છે.

દેશભરની એસિડ અટેક પીડિતાઓને શ્રેષ્ઠ સારવાર આપવાના ઉદ્દેશથી શાહરૂખના મીર ફાઉન્ડેશન સાથે મળીને અતિજીવન ફાઉન્ડેશને કરેલી આ પહેલથી અત્યાર સુધીમાં ૪૪ પીડિતાઓની સર્જરી કરવામાં આવી છે. શાહરૂખની આ ચેરિટેબલ સંસ્થા અગાઉ પણ મહિલા સશક્તિકરણના કાર્યો કરી ચૂકી છે.

Next Story