Connect Gujarat
દેશ

ઓલિમ્પિકમાં મેડલ જીતી લાવનાર દેશની દીકરીઓને એનાયત થયો ‘ખેલ રત્ન’

ઓલિમ્પિકમાં મેડલ જીતી લાવનાર દેશની દીકરીઓને એનાયત થયો ‘ખેલ રત્ન’
X

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે ખેલાડીઓને રાષ્ટ્રીય પુરષ્કારોથી સન્માનિત કર્યા હતા. જેમાં દિપા કરમાકરને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરષ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.

રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પી.વી.સિન્ધુને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. રિયોમાં કાંસ્ય ચંદ્રક જીતનાર સાક્ષી મલિકને પણ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આપી સન્માન કરાયુ હતુ.

તે સાથે જ શૂટર જીતુ રાયને પણ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દીપા કરમાકરના કોચ બિશ્વેશ્વર નંદી, વિરાટ કોહલી અને ઇશાંત શર્માના કોચ રાજકુમાર શર્મા અને કુશ્તીના કોચ મહાવીરસિંહને દ્રોણાચાર્ય એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.

જ્યારે હોકી માટે રઘુનાથ વી.આર., પહેલવાન વિનેશ ફોગટ, ફુટબોલર સુબ્રતો પોલ અને એથ્લીટ લલિતા શિવાજી બાબરને પ્રણવ મુખર્જીએ અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

Next Story