Connect Gujarat
સમાચાર

ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટનમાં ઓકુહારાને હરાવીને સિંધુ સેમિ ફાઈનલમાં પ્રવેશ

ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટનમાં ઓકુહારાને હરાવીને સિંધુ સેમિ ફાઈનલમાં પ્રવેશ
X

રિયો ઓલિમ્પિકમાં ભારતની સિલ્વર બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુએ પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશીપની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો,

વર્લ્ડ બેડમિંટન રેન્કિંગમાં ત્રીજો ક્રમ ધરાવતી સિંધુએ છઠ્ઠુ સ્થાન ધરાવતી જાપાનની ઓકુહારાને ભારે રોમાંચક મુકાબલામાં ૨૨-૨૦, ૧૮-૨૧, ૨૧-૧૮થી હરાવી હતી. આ સાથે સિંધુ કારકિર્દીમાં પહેલી વખત ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશીપની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે,

સિંધુને હવે સેમિ ફાઇનલમાં બીજો સીડ ધરાવતી જાપાનની યામાગુચી અને પાંચમો સીડ ધરાવતી કારોલીના મરીન સામેની મેચમાં વિજેતા બનનારી ખેલાડી સામે રમશે,

Next Story