Connect Gujarat
દેશ

ઓસ્ટ્રેલિયામાં ભારતે રચ્યો ઈતિહાસ, 72 વર્ષમાં પહેલી વાર ટેસ્ટ સિરીઝમાં મળી જીત

ઓસ્ટ્રેલિયામાં ભારતે રચ્યો ઈતિહાસ, 72 વર્ષમાં પહેલી વાર ટેસ્ટ સિરીઝમાં મળી જીત
X

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ ડ્રો થઈ છે. તે સાથે ભારતે ચાર ટેસ્ટની આ સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે 72 વર્ષના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી છે. ભારત ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતનાર દુનિયાની પાંચમી અને એશિયાની પહેલી ટીમ છે. આ પહેલાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી ચૂક્યા છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ આજે ઈતિહાસ રચી દીધો છે.

સિડની ટેસ્ટમાં 193 રન બનાવનાર ચેતેશ્વર પુજારા મેન ઓફ ધી મેચ રહ્યા છે. જ્યારે મેન ઓફ ધી સિરીઝનો અવોર્ડ પણ તેને જ મળ્યો છે. પુજારાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં કુલ 521 રન બનાવ્યા છે

પાંચમાં દિવસે લંચ પછી ગેમની શરૂઆત જ ન થઈ શકી

ભારત-ઓસ્ટ્રેલિયાની ચોથી અને છેલ્લી ટેસ્ટના છેલ્લાં દિવસે વરસાદના કારણે મેચ શરૂ થઈ જ શકી નહતી. ખરાબ પ્રકાશ અને વરસાદના કારણે ચોથા દિવસે પણ 64.4 ઓવરની ગેમ બરબાદ થઈ ગઈ હતી. ખરાબ પ્રકાશના કારણે ત્રીજા દિવસે પણ 16.3 ઓવર ઓછી ફેંકવામા આવી હતી. પહેલાં અને ત્રીજા સત્રમાં એક પણ બોલ ફેંકવામાં આવ્યો નહતો. ભારત આ સિરીઝમાં 2-1થી આગળ હતું. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ફોલોઓન રમતા બીજી ઈનિંગમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 6 રન બનાવ્યા હતા. અંતે ખરાબ વાતાવરણના કારણે છેલ્લા દિવસ મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી.

વિદેશમાં ભારતને 19મી ટેસ્ટ સિરીઝમાં જીત

ભારતીય ટીમ વિદેશમાં અત્યાર સુઝી 82 ટેસ્ટ સિરીઝ જીતી ચૂકી છે. તેમાંથી ભારતને માત્ર 19માં જ સફળતા મળી છે. જ્યારે 15 મેચ ડ્રો થઈ છે. ભારતીય ટીમને વિદેશમાં 48 ટેસ્ટ સિરીઝમાં હાર મળી છે. ટીમ ઈન્ડિયાએ વિદેશમાં ઈંગ્લેન્ડ સામે 18, ઓસ્ટ્રેલિયા સામે 12 અને વેસ્ટઈન્ડિઝ સામે 11, ન્યૂઝીલેન્ડ સામે 9, પાકિસ્તા અને શ્રીલંકાં સામે 8-8, દક્ષિણ આફ્રિકા સામે 7, બાંગ્લાદેશ સામે 5 અને ઝિમ્બાબ્વે સામે 4 ટેસ્ટ સિરીઝ રમી છે.

Next Story