Connect Gujarat
ગુજરાત

ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક શિક્ષિત બેરોજગારોને પ્રથમ નોકરી આપવા સાંસદની હાંકલ

ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક શિક્ષિત બેરોજગારોને પ્રથમ નોકરી આપવા સાંસદની હાંકલ
X

સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉદ્યોગકારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જલ્લાના સાંસદ મનસુખ વસાવની અધ્યાક્ષતામાં ઔદ્યોગિક એકમોના અધિકારીઓ તથા લધુ ઉદ્યોગના અધિકારીઓ સાથે એક બેઠક મળી હતી. જેમાં ખાસ કરીને જિલ્લનાં શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરી મળી રહે તેવા વિકલ્પો ઉભા કરવા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જિલ્લાનાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક શિક્ષિત બેરોજગારોને પ્રથમ નોકરી આપવા અંગે વિસ્તૃ્ત ચર્ચા કરતાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આપણાં જિલ્લામાં વિવિધ કંપનીઓ આવેલી છે ત્યાં સ્થાનિક તથા લેન્ડલુઝર્સને પૂરતા પ્રમાણમાં નોકરી મળતી નથી. ત્યારે જિલ્લાના શિક્ષિત બેરોજગારો પૈકી ૮૫ ટકા યુવાનોને રોજગારી પુરી પાડવા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓને હાકલ કરી હતી.

જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં મુખ્યરમંત્રી એપ્રેન્ટીકસશીપ યોજનાનો અસરકારક અમલ કરી આઇટીઆઇ, ડીપ્લોંમા, એન્જીરનીયરીંગ જેવા ટેકનીકલ શિક્ષણ મેળવેલ શિક્ષિતોને પ્રાધાન્યન આપવા જણાવાયું હતું. આ બેઠકમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ગાંધીનગરથી આવેલા લેબર કમિશનર સી.જી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જિલ્લા કલેક્ટપર રવિકુમાર અરોરા, જિલ્લા ઉદ્યોગકેન્દ્રનાં મેનેજર, આઇટીઆઇના આચાર્યો, વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિીધઓ મોટી સંખ્યા્માં ઉપસ્થિકત રહ્યાર હતા.

Next Story