Connect Gujarat
ગુજરાત

કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલનો ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ

કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલનો ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ
X

કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલે ૯મી માર્ચ ૨૦૧૬માં શરૂઆત કરીને આજે ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.

ડિજિટલ યુગ સાથે કદમ તાલ મિલાવીને કનેક્ટ ગુજરાતે પાપા પગલી ભરવાની શરૂઆત કરી હતી. જે આજે કનેક્ટ ગુજરાત ભારતનું પહેલું ISO સર્ટીફાઇડ ન્યુઝ પોર્ટલની માન્યતા ધરાવવા સાથે યુ-ટ્યુબના દોઢ લાખથી વધુ સબસ્ક્રાઇબર થકી યુ-ટ્યુબ તરફથી “સિલ્વર પ્લે બટન”ની હકદાર પણ બની છે. અમારા ફોલોઅર્સ, વાચક વર્ગ, અમારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા અને સાથ સહકાર આપવા બદલ આપ સૌનો કનેક્ટ ગુજરાત સહહૃદય આભાર વ્યક્ત કરે છે.

કનેકટ ગુજરાત વેબ પોર્ટલના માધ્યમ થકી આવનાર પડકારોને ઝીલીને એક હકારાત્મક સમાચારો આપ સુધી અમે પહોંચાડવા તત્પરતા અને હરહંમેશ પ્રજાની પડખે રહીશું એવી અભ્યર્થના સાથે કનેક્ટ ગુજરાતની સમગ્ર ટીમ આપ સૌના આશીર્વાદ થકી ત્રણ વર્ષની સફળતા અને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.ચોથા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે કનેકટ ગુજરાત વાચકો અને ફોલોઅર્સની સુવિધાને વધુ સરળ કરવા માટે ‘કનેક્ટ ગુજરાત એપ’ પણ લોંચ કરી છે.જે આપ ગુગલ પ્લેના માધ્યમ થી ઇન્સ્ટોલ કરી શકશો.જેના થકી હવે આપ લાઇવ સહિત દેશ-વિદેશના સમાચારો જાણી અને માણી શકશો.

ચોથા વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણી કનેક્ટ ગુજરાતની અંકલેશ્વર ખાતે કાર્યરત ઓફિસમાં કેક કાપીને કરવામાં આવી હતી. જેમાં કનેકટ ગુજરાતના MD એમ.એસ.જોલી,કનેકટ ગુજરાતના ચીફ એડીટર યોગેશ પારીક,CEO ખુશ્બુ પંડ્યા(પારીક) તથા કનેકટ ગુજરાત ટીમ ઉપસ્થીત રહિ હતી. આ પ્રસંગે મેનેજીગ ડાયરેકટર જોલીએ કનેકટ ગુજરાત આગામી દિવસોમાં પ્રગતીના પંથે પ્રયાણ કરી વધુ લોક્પ્રીય બની રહેશેનો આશાવાદ વ્યક્ત કરી સૌને શુભેચ્છા આપી હતી.

Next Story